બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 06:29 PM, 2 February 2024
ADVERTISEMENT
સરકારી કંપની IREDAએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. 2 મહિના પહેલા IREDAના શેરની કિંમત 32 રૂપિયા હતી. કંપનીના શેરની કિંમત 195 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ શેરની કિંમતમાં 500 ટકાનો વધારો થયો છે. માર્કેટ નિષ્ણાંતો અનુસાર સરકારી કંપની IREDAના શેરની કિંમતમાં તેજી આવી શકે છે. આગામી મહિનાઓમાં કંપનીના શેરની કિંમત 240 રૂપિયા સુધી પહોંચી શકે છે.
શેરની કિંમતમાં 500 ટકાનો વધારો
ઈન્ડિયન રિન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડના IPOની કિંમત 30-32 હતી. કંપનીના IPOનું સબસ્ક્રિપ્શન 21 નવેમ્બર 2023ના રોજ ઓપન થયું હતું અને 23 નવેમ્બરના રોજ ક્લોઝ થયું હતું. IPOમાં IREDAના શેર 32 રૂપિયા પર એલોટ થયા હતા. 29 નવેમ્બરના રોજ IREDAના શેર 50 રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ પછી આ શેરમાં તેજી આવતા આ શેરની કિંમત 195.05 રૂપિયા પર પહોંચી ગઈ છે. IREDAના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થયા છે.
ADVERTISEMENT
IREDA શેર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પછી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ 1 કરોડ ઘરમાં રૂફટોપ સોલાર પેનલ લગાવવામાં આવશે. આ પ્રોજેક્ટથી IREDAને ફાયદો થશે, જેથી આગામી મહિનાઓમાં સરકારી કંપની IREDAના શેરની કિંમત 240 રૂપિયા પર પહોંચી શકે છે. આ કંપનીમાં 139 રૂપિયા પર સ્ટોપ લોસ જાળવી રાખવો જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.