બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Ira Nupur Wedding : Ira Khan And Nupur Shikhare Wedding Aamir Khan Daughter Chose No Gift Policy

Ira Nupur Wedding / આમિર ખાનની દીકરીએ લગ્નમાં કેમ મહેમાનોને ગિફ્ટ્સ ન લાવવા કરી અપીલ? કારણ જાણી ફેન્સ કરી રહ્યા છે વખાણ

Published By: Parth

Last Updated: 03:42 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ira Nupur Wedding : આમિર ખાનની દીકરી આઇરાએ પોતાના લગ્નમાં રાખી નો ગિફ્ટ પોલિસી, કહ્યું ઉપહારની જગ્યાએ NGOમાં પૈસા આપો.

  • આજે મુંબઈમાં આઇરા ખાનના લગ્ન 
  • મહેમાનોને ગિફ્ટ્સ ના લાવવા અપીલ 
  • ભેટની જગ્યાએ NGOમાં દાન આપો: આઇરા 

આમિર ખાનની દીકરી આઇરા ખાન આજે પોતાના લોંગ ટર્મ બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે જન્મોજન્મના બંધનમાં બંધાઈ જશે. મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં લગ્ન રાખવામાં આવ્યા છે. જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવૈ છે. આટલું જ નહીં 13મી જાન્યુઆરીએ જિયો વર્લ્ડ સેંટરમાં રિસેપ્શન પણ યોજાઇ શકે છે. 

લગ્નમાં ગિફ્ટ્સ ન લાવવા મહેમાનોને અપીલ 
આમિરની દીકરી આઇરાએ પોતાના લગ્નમાં મહેમાનોને ખાસ એક ખાસ અપીલ કરી છે. આઇરાએ મહેમાનોને અપીલ કરી છે કે તેઓ લગ્નમાં કોઈ ભેટ લઈને ન આવે, ગિફ્ટ્સ આપવાની જગ્યાએ પોતાના પૈસા NGOમાં દાનમાં આપે. આઇરા પોતે પણ એક NGO ચલાવે છે, જેનું નામ અગાતસૂ છે, આ NGO માનસિક સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે કામ કરે છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઇરા ખાન બે રિસેપ્શન આપવાની યોજના બનાવી રહી છે જેમાં એક દિલ્હીમાં તો બીજું ઉદયપુર થવા જયપુરમાં યોજાશે. આ સિવાય 13મી જાન્યુઆરીએ પણ એક ભવ્ય રિસેપ્શન થઈ શકે છે જેમાં મનોરંજન જગતની તમામ મોટી હસ્તીઓ મહેમાન બનશે. 

લોકડાઉનમાં નૂપુર સાથે થઈ હતી મુલાકાત 
આઇરા ખાન અને નૂપુરની મુલાકાત કોવિડ લોકડાઉન દરમિયાન વર્ષ 2020માં થઈ હતી. તે સમયે આઇરા ડિપ્રેશનથી પસાર થઈ રહી હતી. બંને વચ્ચે મિત્રતા થઈ અને બાદમાં પ્રેમ થઈ ગયો. નૂપુર બોલિવૂડની અનેક હસ્તીઓને ટ્રેનિંગ આપે છે અને સસરા આમિર ખાનનો પણ ફિટનેસ કોચ છે. 

સલમાન ખાનના ઘરે યોજાઇ મહેંદી 
આઇરાના લગ્ન પહેલા મહેંદીનું ફંક્શન સલમાન ખાનના ઘરે આયોજિત કરવામાં આવ્યું હતું. સમારંભમાં આમિર ખાન અને તેમના દીકરા જૂનૈદ સાદા કપડામાં જોવા મળ્યા હતા. આમિર ખાનની બંને પૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ પણ લાડકી દીકરીની મહેંદીમાં સામેલ થવા માટે સલમાન ખાનના ઘરે પહોંચી હતી. સલમાનના ગેલેક્સી એપાર્ટમેંટમાં આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આખું ઘર રોશની શણગારવામાં આવ્યું હતું. મંગળવારે જ બપોરે આઇરાની હલ્દીની વિધિ પૂર્ણ કરવામાં આઈ હતી. આમિર ખાનની એક્સ વાઈફ કિરણ રાવ અને રીના દત્તા અહીં મરાઠી આઉટફિટમાં આવી હતી. 

READ MORE : 
આઇરા ખાન વેડિંગ: આજે દુલ્હન બનશે આમિર ખાનની દીકરી, સલમાન ખાનના ઘરે થયું મહેંદી ફંક્શન
 

સંકળાયેલા મુદ્દાઓ

Amir Khan Ira Khan Wedding ira khan આઇરા ખાન આમિર ખાન Ira Nupur Wedding

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ