બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Aamir Khan, son Junaid snapped at Ira Khan's mehendi ceremony

બોલિવૂડ / આઇરા ખાન વેડિંગ: આજે દુલ્હન બનશે આમિર ખાનની દીકરી, સલમાન ખાનના ઘરે થયું મહેંદી ફંક્શન

Published By: Parth

Last Updated: 11:52 AM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IRA KHAN WEDDING : બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની દીકરીના આજે થશે લગ્ન.

  • આજે આમિર ખાનની દીકરીના લગ્ન 
  • નૂપુર સાથે પ્રભુતામાં પગલાં માંડશે આઇર ખાન 
  • સલમાન ખાનના ઘરે થયું મહેંદી ફંક્શન 

આમિર ખાનની દીકરી આઇરા ખાન આજે પોતાના લોંગ ટર્મ બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે જન્મોજન્મના બંધનમાં બંધાઈ જશે. મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં લગ્ન રાખવામાં આવ્યા છે. જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવૈ છે. આટલું જ નહીં 13મી જાન્યુઆરીએ જિયો વર્લ્ડ સેંટરમાં રિસેપ્શન પણ યોજાઇ શકે છે. 

આઇરાના લગ્ન પહેલા મહેંદીનું ફંક્શન સલમાન ખાનના ઘરે આયોજિત કરવામાં આવ્યું હતું. સમારંભમાં આમિર ખાન અને તેમના દીકરા જૂનૈદ સાદા કપડામાં જોવા મળ્યા હતા. આમિર ખાનની બંને પૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ પણ લાડકી દીકરીની મહેંદીમાં સામેલ થવા માટે સલમાન ખાનના ઘરે પહોંચી હતી. 

સલમાનના ગેલેક્સી એપાર્ટમેંટમાં આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આખું ઘર રોશની શણગારવામાં આવ્યું હતું. મંગળવારે જ બપોરે આઇરાની હલ્દીની વિધિ પૂર્ણ કરવામાં આઈ હતી. આમિર ખાનની એક્સ વાઈફ કિરણ રાવ અને રીના દત્તા અહીં મરાઠી આઉટફિટમાં આવી હતી. 

આઇરા અને નૂપુર ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જુદા જુદા મીડિયા અહેવાલોમાં દાવા કરવામાં આવ્યા હતા કે લગ્ન મુંબઈ કે ઉદયપુરમાં થઈ શકે છે. જોકે આમિર ખાનના ભાઈ ફૈઝલના જણાવ્યા અનુસાર આઇરાના લગ્ન મુંબઈમાં થશે બાદમાં ઉદયપુરમાં અમુક લગ્નવિધિ કરવામાં આવશે. 13મી જાન્યુઆરીએ રિસેપ્શન રાખવામાં આવ્યું છે. 

PHOTO SOURCE : ANI 

VIDEO: દીકરીના લગ્ન માટે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું આમિર ખાનનું ઘર, અલગ લુકમાં દેખાયા બોલીવુડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ'

સંકળાયેલા મુદ્દાઓ

Amir Khan Kiran Rao ira khan આઇરા ખાન આમિર ખાન Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ