બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / ips mohammed ali shihab who sold baskets lived in orphanage and worked as peon before clearing upsc exam
ADVERTISEMENT
શિહાબ UPSCની પરીક્ષા પાસ કરી IPS અધિકારી બન્યાં
આઈપીએસ મોહમ્મદ અલી શિહાબ કેરળના રહેવાસી છે. તેઓ અનાથ આશ્રમમાં રહ્યાં અને બાસ્કેટ વેચી અને કારકુનની નોકરી કરી પરંતુ ક્યારેય હિંમત હારી નથી. આખરે તેઓ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આઈપીએસ અધિકારી બન્યાં.
ADVERTISEMENT
પિતાની સાથે વાંસની ટોપલીઓ વેચતા હતા આઈપીએસ
એક વેબસાઈટમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ, આઈપીએસ અધિકારી મોહમ્મદ અલી શિહાબનો જન્મ કેરળના મલ્લાપુરમ જિલ્લાના એક ગામમાં થયો હતો. જે પરિવારમાં તેમનો જન્મ થયો હતો તે પરિવાર ખૂબ ગરીબ હતો. પરિવારની આર્થિક સ્થિતિને સરખી કરવા માટે મોહમ્મદ અલી શિહાબ બાળપણમાં પોતાના પિતાની સાથે વાંસની ટોપલીઓ વેચતા હતા. પછી 1991માં લાંબી બિમારી બાદ તેમના પિતાનું નિધન થયુ અને તેમના પરિવાર પર આભ તૂટી પડ્યુ.
ADVERTISEMENT

અનાથ આશ્રમમાં વિતાવ્યાં જીવનના 10 વર્ષ
ADVERTISEMENT
પિતાના મૃત્યુ બાદ મોહમ્મદ અલી શિહાબના ખભા પર પરિવારની જવાબદારી આવી ગઈ. શિહાબની માતા ભણેલી-ગણેલી નહોતી અને તેમની પાસે કોઈ નોકરી ન હતી. જેનાથી તેઓ પરિવારનો ખર્ચ ઉઠાવી શકે. ત્યારબાદ તેમણે નિર્ણય કર્યો કે તેઓ શિહાબને અનાથ આશ્રમમાં મોકલી દેશે. શિહાબે જણાવ્યું કે, તેઓ 10 વર્ષ સુધી અનાથ આશ્રમમાં રહ્યાં. અનાથ આશ્રમમાં પેટ ભરીને ખાવાનું પણ મળતુ નહતુ. જોકે, અનાથ આશ્રમમાં જવુ તેમના માટે વરદાનરૂપ સાબિત થયુ. શિહાબે ત્યાં વાંચવા-લખવાનું શરૂ કર્યુ.
IPSએ 21 પરીક્ષાઓમાં પ્રાપ્ત કરી સફળતા
ADVERTISEMENT
શિહાબે કહ્યું કે, અનાથ આશ્રમમાં તેમણે અનુશાસન શિખ્યુ. જેનાથી તેમની સફળતામાં વધારો થયો. ઉચ્ચ શિક્ષણ માટે તેમને પૈસાની જરૂર હતી. ત્યારબાદ તેમણે સરકારી પરીક્ષા આપવાનું શરૂ કર્યુ. તમને જાણીને આશ્ચર્ય થશે કે શિહાબે 21 સરકારી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.