બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL's most expensive captain Pat Cummins was surprised at the booing of Hardik Pandya Said I have no words

IPL 2024. / હાર્દિક પંડ્યાની હૂટિંગ પર IPLનો સૌથી મોંઘો કેપ્ટન બન્યો પેટ કમિન્સ, કહ્યું 'મારી પાસે શબ્દ નથી'

Published By: Vishal Dave

Last Updated: 08:05 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે ટુર્નામેન્ટમાં ઉતરેલી મુંબઈની ટીમ તેની પ્રથમ 3 મેચ હારી ગઈ હતી. આ પછી ચોથી મેચમાં જીત હાંસલ કરી હતી.

IPL 2024માં રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ વાત ચાહકોને સારી ન લાગી, આ જ કારણ છે કે પહેલી મેચથી લઈને અત્યાર સુધી હાર્દિક પંડ્યાને દરેક જગ્યાએ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ મામલે હવે IPLના સૌથી મોંઘા કેપ્ટન પેટ કમિન્સનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

પ્રથમ ત્રણ મેચ હાર્યા બાદ ચોથી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે મેળવી છે જીત 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રોહિત શર્માના સ્થાને નવા કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે ટુર્નામેન્ટમાં ઉતરેલી મુંબઈની ટીમ તેની પ્રથમ 3 મેચ હારી ગઈ હતી. આ પછી ચોથી મેચમાં જીત હાંસલ કરી હતી.

પરંતુ આ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યાને ફેન્સ તરફથી ટ્રોલીંગનો પણ સામનો કરવો પડ્યો છે. વાસ્તવમાં મુંબઈ ટીમના પ્રશંસકોને રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવો પસંદ આવ્યો નથી. આ જ કારણ છે કે પહેલી મેચથી લઈને અત્યાર સુધી હાર્દિક પંડ્યાને દરેક જગ્યાએ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

કમિન્સ IPLનો સૌથી મોંઘો કેપ્ટન છે

આ મામલે હવે IPLના સૌથી મોંઘા કેપ્ટન પેટ કમિન્સનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કમિન્સ આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમની કમાન સંભાળી રહ્યો છે. ફ્રેન્ચાઇઝીએ તેને 20.50 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો છે. હવે તે સૌથી મોંઘો કેપ્ટન પણ બની ગયો છે.

આ પણ વાંચોઃ 'આ મહાદેવની કૃપા છે' સોમનાથ મંદિરમાં દર્શન કરતાં જ હાર્દિક પંડયાની ઝોળીમાં આવી જીત, કોમેન્ટનું ઘોડાપૂર

હાર્દિકની હૂટિંગ પર પેટ કમિન્સે કંઇક આમ કહ્યું 

પેટ કમિન્સે પંડ્યાના હૂટિંગ અંગે કહ્યું હતું કે  'મારી પાસે કહેવા માટે વધુ નથી. હું આ પ્રકારની પરિસ્થિતિમાં આવ્યો નથી. આ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ છે. ભારતમાં ચાહકો ખૂબ જ ઝનુની છે. આ માત્ર એક તબક્કો છે. હું એટલું જ કહી શકું છું.

તમને જણાવી દઈએ કે સનરાઈઝર્સે 27મી માર્ચે મુંબઈ સામે તેમના જ ઘરમાં શાનદાર મેચ જીતી હતી. આ મેચમાં હૈદરાબાદે 277 રનનો ઐતિહાસિક અને સૌથી મોટો IPL સ્કોર બનાવ્યો હતો. આ મેચ દરમિયાન પણ હાર્દિકને ચાહકોના ભારે ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. કમિન્સ તે દરમિયાન હાર્દિકના હૂટિંગનો સાક્ષી બન્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

સંકળાયેલા મુદ્દાઓ

Captain Hardik pandya IPL Rohit Sharma honda pat cummins statement  Mumbai Indians IPL 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ