ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / સંજુ સેમસનનું વાવાઝોડું: દિલ્હીના ગઢમાં ચેન્નાઈનો દબદબો, 8 વિકેટે શાનદાર વિજય

IPL 2026 / સંજુ સેમસનનું વાવાઝોડું: દિલ્હીના ગઢમાં ચેન્નાઈનો દબદબો, 8 વિકેટે શાનદાર વિજય

Published By: Pravin Joshi

Last Updated: 12:06 AM, 6 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2026 ની 48મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને તેમના જ ઘરઆંગણે 8 વિકેટે હરાવ્યું છે. સંજુ સેમસનની અણનમ 87 રનની તોફાની ઇનિંગના જોરે ચેન્નાઈએ 156 રનનો લક્ષ્યાંક માત્ર 18મી ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે CSK પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે દિલ્હી માટે પ્લેઓફની રાહ મુશ્કેલ બની છે.

ADVERTISEMENT

અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ચેન્નાઈના બોલરો સામે દિલ્હીના ટોપ ઓર્ડરના ધબડકાને કારણે આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. પથુમ નિસાન્કા અને કેએલ રાહુલ સસ્તામાં આઉટ થતા દિલ્હી મુશ્કેલીમાં મુકાયું હતું. જોકે, મધ્યક્રમમાં સમીર રિઝવી (34 રન) અને ટ્રિસ્ટન સ્ટબ્સે (38 રન) લડત આપીને ટીમને 155 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

156 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત પણ ખરાબ રહી હતી. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ માત્ર 6 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. પરંતુ ત્યારપછી મેદાનમાં 'સંજુ સેમસન' નામનું વાવાઝોડું આવ્યું હતું. સંજુએ દિલ્હીના બોલરોની ચોમેર ધુલાઈ કરતા માત્ર 52 દડામાં અણનમ 87 રન ફટકાર્યા હતા, જેમાં 7 આકર્ષક ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: 8મા પગાર પંચને લઈને મોટું અપડેટ, 283 ટકા વધી શકે કર્મચારીઓનો પગાર

સંજુને બીજા છેડે કાર્તિક શર્માનો પૂરો સાથ મળ્યો હતો. કાર્તિકે 31 દડામાં 41 રનની ઉપયોગી ઇનિંગ રમીને ચેન્નાઈની જીત સરળ બનાવી દીધી હતી. આ જોડીએ દિલ્હીના સ્પિનરો અને ફાસ્ટ બોલરોને કોઈ તક આપી ન હતી અને 18મી ઓવરમાં જ ટીમને જીત અપાવી દીધી હતી. આ મહત્વપૂર્ણ જીત બાદ હવે ચેન્નાઈના 10 મેચમાં 10 પોઈન્ટ થઈ ગયા છે અને તેઓ પ્લેઓફની રેસમાં જીવંત રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SanjuSamson CSKvsDC IPL2026

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ