ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2026 માં મુંબઈના શાનદાર જીત સાથે શ્રીગણેશ, KKRને 6 વિકેટે હરાવ્યું

MI vs KKR / IPL 2026 માં મુંબઈના શાનદાર જીત સાથે શ્રીગણેશ, KKRને 6 વિકેટે હરાવ્યું

Published By: Pravin Joshi

Last Updated: 05:43 AM, 30 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈપીએલ 2026ની બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટે પરાજય આપીને 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. 2012 પછી પહેલીવાર મુંબઈ તેની સીઝનની પ્રથમ મેચ જીતવામાં સફળ રહ્યું છે.

ADVERTISEMENT

રવિવાર, 29 માર્ચ 2026ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત અત્યંત આક્રમક રહી હતી. કેપ્ટન અજિંક્ય રહાણેએ નવા ઓપનર ફિન એલન સાથે મળીને માત્ર પાવરપ્લેમાં જ મુંબઈના બોલરો પર હુમલો બોલી દીધો હતો. રહાણેએ ક્લાસિક બેટિંગ કરતા 67 રન ફટકાર્યા હતા, જ્યારે યુવા બેટ્સમેન અંગકૃષ રઘુવંશીએ પણ પોતાની પ્રતિભા બતાવતા 51 રનની અર્ધશતકીય ઈનિંગ રમી હતી. કેકેઆરે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 220 રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો. મુંબઈ તરફથી શાર્દુલ ઠાકુર સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે 3 વિકેટ ઝડપી હતી.

221 રનના રેકોર્ડ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની જોડી રોહિત શર્મા અને રામન રિકલ્ટને મેદાનમાં ઉતરતાની સાથે જ કેકેઆરના બોલરોની લય બગાડી નાખી હતી. 'હિટમેન' રોહિત શર્મા જુના અંદાજમાં જોવા મળ્યો હતો અને તેણે માત્ર 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેની સામે રિકલ્ટને પણ વિસ્ફોટક વલણ અપનાવતા માત્ર 24 બોલમાં અર્ધશતક ફટકારી દીધું હતું. આ બંને બેટ્સમેનોએ કેકેઆરના સ્પિનરો અને ફાસ્ટ બોલરોને મેદાનની ચારેબાજુ ફટકાર્યા હતા. માત્ર 11.5 ઓવરમાં આ જોડીએ 148 રનની અત્યંત ઝડપી ભાગીદારી કરી હતી, જેણે મેચનું પરિણામ પહેલેથી જ નક્કી કરી દીધું હતું. રોહિત 78 રન અને રિકલ્ટન 81 રન બનાવી આઉટ થયા હતા, પરંતુ ત્યાં સુધીમાં મુંબઈ જીતની ખૂબ નજીક પહોંચી ગયું હતું.

મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને જીતી લીધી હતી. આ જીત સાથે જ મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લા 13 વર્ષથી ચાલી આવતી હારની પરંપરાને તોડી નાખી છે. વર્ષ 2012માં ચેન્નાઈ સામે જીત્યા બાદ મુંબઈ ક્યારેય પોતાની પ્રથમ મેચ જીતી શક્યું નહોતું, પરંતુ આજે વાનખેડેમાં ઈતિહાસ બદલાયો છે. આ મુંબઈ ઈન્ડિયન્સનો આઈપીએલ ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી સફળ અને મોટો રન ચેઝ પણ સાબિત થયો છે. રોહિત શર્માની ફોર્મમાં વાપસી અને રિકલ્ટન જેવા નવા ખેલાડીના પદાર્પણથી મુંબઈના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેકેઆર માટે આ હાર આંચકાજનક રહી છે કારણ કે 220 રન બનાવવા છતાં તેમના બોલરો મુંબઈના બેટ્સમેનોને રોકવામાં સદંતર નિષ્ફળ રહ્યા હતા.

આ પણ વાંચોઃ એક ભ્રષ્ટ, બીજો મહાભ્રષ્ટ... કેરળમાં બોલ્યા પીએમ મોદી- જનતા LDF-UDFની 'ડબલ ગેમ'થી કંટાળી

આ વિજય સાથે મુંબઈ ઈન્ડિયન્સે પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે અને અન્ય ટીમો માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે. વાનખેડેમાં હાજર હજારો દર્શકોએ 'રોહિત-રોહિત' ના નારા લગાવીને જીતની ઉજવણી કરી હતી. આગામી મેચોમાં મુંબઈનું આ આક્રમક વલણ ચાલુ રહેશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે, પરંતુ આ જીતે મુંબઈને આત્મવિશ્વાસનો મોટો બૂસ્ટર ડોઝ આપ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RohitSharma MIvsKKR IPL2026

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ