બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિની ધરપકડનો ઓર્ડર કર્યો, ઓસામા બિન લાદેન કરતાં બમણું ઈનામ રાખ્યું

આદેશ / ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિની ધરપકડનો ઓર્ડર કર્યો, ઓસામા બિન લાદેન કરતાં બમણું ઈનામ રાખ્યું

Jay Bhatt

Last Updated: 10:06 AM, 8 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફના કારણે સતત ચર્ચામાં છે ત્યારે હવે ટ્રમ્પના એક ઓર્ડર જાહેર કર્યો કે વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે.

America On Venezuelan President: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ટેરિફ વોરની કારણે સતત ચર્ચામાં છે હાલમાં જ ભારત પર તેમણે વધારાના 25 ટકા ટેરિફ પરના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આ ઉપરાંત ટ્રમ્પના નિશાને ભારત સિવાય અન્ય દેશો પણ છે, જો કે આ વચ્ચે ટ્રમ્પે એક ઓર્ડર જાહેર કર્યો છે. જેની ચર્ચા શરુ થઈ ગઈ છે.

vtv app promotion

ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ માટે ઈનામની રકમ બમણી કરી દીધી છે. હવે જે પણ કોઇ માદુરોની ધરપકડ સંબંધિત માહિતી આપશે તેને 50 મિલિયન ડોલર એટલે કે લગભગ 417 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

યુએસ એટર્ની જનરલે જાહેરાત કરી

માદુરો પર ડ્રગ્સની હેરાફેરી અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે મિલીભગતના આરોપોને કારણે આ ઈનામની જાહેરાત કરવામાં આવી છે. યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો જાહેર કરીને આની જાહેરાત કરી છે.

ઓસામા બિન લાદેન કરતાં બમણું ઈનામ

વર્ષ 2020માં અમેરિકન સરકારે માદુરોની ધરપકડ માટે 15 મિલિયન ડૉલરનું ઈનામ જાહેર કર્યું હતું. આ પછી, રાષ્ટ્રપતિ પદ સંભાળનારા જો બાયડને આ રકમ વધારીને 25 મિલિયન ડૉલર કરી હતી. જો કે ખાસ વાત એ છે કે અમેરિકાએ અલ કાયદાના નેતા અને આતંકી ઓસામા બિન લાદેન પર પણ આટલી જ રકમ રાખી હતી.

વધુ વાંચો : લો બોલો! આ દેશના લોકો નહીં આખેઆખો દેશ જ બીજે શિફ્ટ થઈ રહ્યો છે, જાણો કેમ

વેનેઝુએલાના વિદેશમંત્રી યુએસ સરકારની ઝાટકણી કાઢી

જો કે વેનેઝુએલાના વિદેશમંત્રી યવાન ગિલે યુએસ સરકારની ઝાટકણી કાઢી નાખીને કેટલાક સવાલો કર્યા હતા. નોંધનીય છે કે, અમેરિકા, યુરોપિયન યુનિયન અને ઘણી લેટિન અમેરિકન સરકારોના વિરોધ છતાં, માદુરોએ વેનેઝુએલામાં પોતાનું મજબૂત સ્થાન જાળવી રાખ્યું છે. માદુરોના વિરોધીઓ તેમના પર અન્યાયી રીતે સત્તા કબજે કરવાનો આરોપ લગાવે છે. અમેરિકા, યુરોપિયન યુનિયન અને ઘણા લેટિન અમેરિકન દેશોએ ચૂંટણીમાં માદુરોના વિરોધીને વેનેઝુએલાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ તરીકે માન્યતા આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US president Nicolas Maduro Donald Trump
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ