બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Instead of tears small pieces of stone are coming out of the eyes of a girl Anuppur Madhya Pradesh
Last Updated: 08:49 PM, 25 August 2023
ADVERTISEMENT
મધ્યપ્રદેશના અનુપપૂરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં તરુણીની આંખમાંથી આંસુના બદલે પથ્થરો નીકળતા તબીબી જગત આશ્ચર્યમાં મુકાઈ ગયું છે. આ મામલે કોઈ બીમારી કારણભૂત છે કે અન્ય પરિબળ તે મામલે ડોક્ટરો પણ વિચારતા થયા છે. આ અવિશ્વસનીય ઘટના હાલ ભારે ચર્ચામાં આવી છે. બીજી બાજુ પરિવારજનો પણ ખૂબ ચિંતામાં મુકાયા છે. હાલ જિલ્લાની હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો દ્વારા આંખ વિભાગમાં તરૂણી સારવાર ચાલી રહી છે.

ADVERTISEMENT
સંબંધીઓ મેલી વિદ્યા જવાબદાર હોવાનું માની રહ્યા છે
અનુપપૂરના નિમહા ગામની આ ઘટનાની વિગત એવી છે કે સરસ્વતીબાઈ નામની 15 વર્ષની યુવતીને અગાઉ આઈ ફ્લુની સમસ્યા હતી. જોકે ત્યારબાદ છોકરીની આંખમાંથી આંસુના સ્થાને પથ્થરના નાના નાના ટુકડા નીકળવા લાગતા પરિવારજનો આચાર્યચકિત થઈ ગયા હતા. આજ સુધી ક્યારેય ન સાંભળ્યું હોય તેવા આ કિસ્સાને લઇને સંબંધીઓ મેલી વિદ્યા જવાબદાર હોવાનું માની રહ્યા છે. બીજી બાજુ તબીબ આલમ દ્વારા પણ હજુ સુધી આ મામલે કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
મામલો સોશિયલ મીડિયામાં ધોમ વાયરલ
આંખ વિભાગના ડોક્ટરના જણાવ્યા અનુસાર પરિવારજનો જે પથ્થરો બતાવી રહ્યા છે તેનો આંખ સાથે કોઈ સંબંધ નથી. પરંતુ આમ છતાં પણ બાળકીના લોહી અને અન્ય ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને તબીબોનું એવું કહેવું છે કે અમુક સંજોગોમાં આંખોમાંથી એલર્જી આવે છે અને આંખોમાં રહેલી ગંદકી નીકળવા લાગે છે. તે પણ પથ્થર જેવી જ દેખાતી હોવાનું હાલ જણાવવામાં આવી રહ્યું છે. જોકે આ અંગે હજુ સ્પષ્ટ કારણ આવ્યું નથી. તે તપાસ ચાલી રહી છે પરંતુ હાલ આ મામલો સોશિયલ મીડિયામાં ધોમ વાયરલ થઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.