બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ઈન્સ્ટાગ્રામ પર ધુરંધરનો ક્રેઝ, કંપની લાવી જોરદાર અપડેટ્સ
Last Updated: 08:02 AM, 28 March 2026
રણવીર સિંહની ફિલ્મ "ધુરંધર" હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. પહેલા હપ્તા પછી, તેનો બીજો હપ્તો, "ધુરંધર: ધ રીવેન્જ" પણ ખૂબ જ ચર્ચામાં છે અને હવે તે ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. કંપનીએ તેની એડિટ એપમાં ફિલ્મ "ધુરંધર" થી પ્રેરિત ફોન્ટ સ્ટાઈલ એડ કરી છે. આનાથી યુઝર્સ તેમના ફોટા અને વિડિઓઝને એડિટ કરતી વખતે ફિલ્મમાં દેખાતા ફોન્ટનો ઉપયોગ કરી શકે છે. આ ફોન્ટ એન્ડ્રોઇડ અને આઇફોન માટે રોલઆઉટ કરવામાં આવ્યો છે. તે ફક્ત મર્યાદિત સમય માટે ઉપલબ્ધ હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
નવા ફોન્ટમાં ધુરંધર ફિલ્મના ટાઈટલ અને પ્રમોશનલ મટેરિયલમાં જોવા મળતા બોલ્ડ અક્ષરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એડિશન સાથે ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સ તેમના વિડિઓઝ અને ફોટામાં ફિલ્મ જેવા એસ્થેટિક એડ કરવાનો ઓપ્શન આપી રહ્યું છે. આનો ઉદ્દેશ્ય ક્રિયેટર્સને એન્ટરટેનમેઈન્ટ ટ્રેન્ડ હિસાબથી શોર્ટ-ફોર્મ વીડિયો ક્રિએટ કરવામાં મદદ કરવાનું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT

આ પણ વાંચોઃ Google પર કેમ ઓચિંતા આ ટોપિક વધારે સર્ચ થવા લાગ્યો? જાણીને ચોંકી જશો
ADVERTISEMENT
હાલમાં આ ફોન્ટ એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સ માટે ઉપલબ્ધ છે પરંતુ તેને કાયમી ધોરણે એડ કરવામાં આવ્યું નથી. આ મર્યાદિત સમય માટે સુવિધા છે. તે ફિલ્મના પ્રમોશનનો ભાગ હોવાનું માનવામાં આવે છે. આ ફોન્ટની ઉપલબ્ધતા એપ્લિકેશન વર્જન પણ આધાર રાખે છે. જો તમને તમારી એપ્લિકેશનમાં આ ફોન્ટ દેખાતા નથી તો તેને અપડેટ કરો. નવી સુવિધાઓ અને બગ ફિક્સ માટે નિયમિતપણે એપ્લિકેશન્સ અપડેટ કરવાની ભલામણ કરવામાં આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.