બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Instagram account is hacked how to get Instagram account back

તમારા કામનું / તમારું Instagram અકાઉન્ટ hack થયું છે? બસ, આટલું કરીને પાછું મેળવો

Published By: Bhavin Rawal

Last Updated: 11:25 AM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવી સ્થિતિમાં ચિંતા કરવાની જરૂર નથી. તમે હૅક થયેલા અકાઉન્ટને પાછું મેળવી શકો છો. ઈન્સ્ટાગ્રામમાં આ મામલે ફરિયાદ કરીને તમે તમારું અકાઉન્ટ પાછું મેળવી શકો છો.

ઈન્સ્ટાગ્રામ દુનિયાની સૌથી લોકપ્રિય એપ બની ચૂકી છે. ફેસબુક અને ટિકટોક જેવી એપ્સને પછાડીને ઈન્સ્ટાગ્રામ સૌથી લોકપ્રિય એપ બની છે. એટલે કે આખા વિશ્વમાં ઈન્સ્ટાગ્રામના યુઝર્સ સૌથી વધુ છે. હવે જ્યારે યુઝર્સ સૌથી વધુ છે, ત્યારે તેના પર સાઈબર ફ્રોડની, હેકિંગની શક્યતાઓ પણ વધી જાય છે. આમ તો ઈન્સ્ટાગ્રામ જુદા જુદા સિક્યોરિટી ફીચર્સ આપે છે, જેથી અકાઉન્ટ હેક થતા અટકાવી શકાય, પરંતુ તેમ છતાંય ઘણીવાર જુદા જુદા કારણોસર અકાઉન્ટ હેક થતા હોય છે.

યુઝર્સ અજાણી લિંક પર ક્લિક કરે, કે પોતાના આઈડી પાસવર્ડ શૅર કરે તો અકાઉન્ટ હેક થઈ જાય છે. એમાંય જો તમે મહેનત કરીને તમારા ફોલોઅર્સ વધાર્યા છે, તમે ઈન્ફ્લુએન્સર કે ક્રિએટર છો, અને તમારું અકાઉન્ટ હેક થઈ જાય તો તમારી મહેનત બેકાર થઈ જાય છે. પરંતુ આવી સ્થિતિમાં ચિંતા કરવાની જરૂર નથી. તમે હૅક થયેલા અકાઉન્ટને પાછું મેળવી શકો છો. ઈન્સ્ટાગ્રામમાં આ મામલે ફરિયાદ કરીને તમે તમારું અકાઉન્ટ પાછું મેળવી શકો છો.

જો કે સૌથી પહેલા તો યુઝર તરીકે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણું અકાઉન્ટ હૅક થાય જ નહીં. આ માટે તમારે પ્રિકોશન્સના કેટલાક પગલાં લેવાના હોય છે. તમારે આઈડી, પાસવર્ડ કોઈની સાથે શૅર નથી કરવાનો. તમારે કોઈ અજાણી લિંક પર ક્લિક નથી કરવાની. કોઈ સંકાસ્પદ એપ ડાઉનલોડ નથી કરવાની. આટલું કરશો તો  તમારું અકાઉન્ટ હૅક થવાની શક્યતા ઘટી જશે.

કેવી રીતે ખબર પડે કે અકાઉન્ટ હૅક થયું છે?

અકાઉન્ટ હેક થયું હોય તો પાછું મેળવવા માટે સૌથી પહેલા એ હૅક થયું છે એ જાણવું જરૂરી છે. જો તમે તમારા અકાઉન્ટને એક્સેસ નથી શકરી શક્તા કે પોસ્ટ નથી કરી શક્તા તો ક્યારેક આ ઈસ્યુ ઈન્સ્ટાગ્રામ તરફથી હોઈ શકે છે. પરંતુ જો વારંવાર આવું થાય, તો તમારું અકાઉન્ટ હૅક થયું હોવાની શક્યતા છે. આ ઉપરાંત તમને કોઈ એવી પોસ્ટ દેખાય છે, જે તમને નથી કરી, તો કોઈએ તમારું અકાઉન્ટ હૅક કર્યું હોઈ શકે છે. જો તમારી જાણ બહાર તમારી પ્રોફાઈલથી અન્ય યુઝર્સને મેસેજ જતા હોય, તો પણ તમારું અકાઉન્ટ હૅક થયું હોવાની શક્યતા છે.

ઈન્સ્ટાગ્રામ પણ તમને જાણ કરશે.

જો તમારા અકાઉન્ટમાંથી કોઈ શંકાસ્પદ એક્ટિવિટી થતી હોય, તો ઈન્સ્ટાગ્રામ પણ તમને જાણ કરે છે. ઈન્સ્ટાગ્રામ તેના સિક્યોરિટી અકાઉન્ટ  Security.mail@instagram પરથી યુઝરને તરત જ મેઈલ કરે છે. એટલે તમારે તમારા રજિસ્ટર્ડ મેઈલ અકાઉન્ટમાં પણ ચેક કરતા રહેવું જોઈએ.  આ ઉપરાંત જો તમારું અકાઉન્ટ હેક થઈ જાય અને તેનો પાસવર્ડ બદલાઈ જાય તો તમે તેમાં લોગઈન નહીં કરી શકો. આના માટે તમારે ઈન્સ્ટાગ્રામ પાસે તમારા જ અકાઉન્ટને લોગ ઈન કરવા માટે લિંક માગવી પડશે.

પોતાના જ હૅક થયેલા અકાઉન્ટમાં લોગઈન માટે આ રીતે લિંક માગો.

1. સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ ઓપન કરો અને લોગ ઈન પેજ ખોલો. 
2. જો તમે એન્ડ્રોઈડ ફોન વાપરો છો તો Get Help Logging-in Option પર જાવ, અને આઈફોન યુઝ કરો છો તો Forgot Password પર ક્લિક કરો. 
3. હવે તમારે મેઈલ આઈડી, યુઝરનેમ, ક્રેડેન્શિયલ્સ લખવાના છે. જો તમે આ ડિટેઈલ્સ યાદ નથી તો Can’t Reset Your Password  પર ક્લિક કરો. પછી નેક્સ્ટ પર ટેપ કરીને આગળની સૂચના ફોલો કરો.
4. બાદમાં તમારે કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે. 
5. અહીં તમને ઈમેઈલ આઈડી કે પછી ફોન નંબર બેમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાની તક મળશે. આ સિલેક્ટ કર્યા બાદ નેક્સ્ટ પર ક્લિક કરો.
6. હવે તમને મેઈલ આઈડી અથવા તો રજિસ્ટર નંબર ર મેસેજમાં એક નવી લોન ઈન લિંક મળશે, તેના પર ક્લિક કરીને આગળ દેખાતી સૂચનાઓનો અમલ કરો.

વધુ વાંચો: મોબાઈલ ખોવાઈ જાય તો સરકાર શોધી આપશે, અહીં કરવાની હોય છે ફરિયાદ

આ ઉપરાંત તમે ઈન્સ્ટાગ્રામ પર લોગઈન કરવા માટે નવો સિક્યોરિટી કોડ પણ જનરેટ કરી શકો છો. 

સિક્યોરિટી કોડ મેળવવા નીચેના સ્ટેપ્સને ફોલો કરો. 
1. ઈન્સ્ટાગ્રામનું લોગ ઈન પેજ ખોલો.
2. જો તમે એન્ડ્રોઈડ ફોન વાપરો છો તો Get Help Logging-in Option પર જાવ, અને આઈફોન યુઝ કરો છો તો Forgot Password પર ક્લિક કરો. 
3. સ્ક્રીન પર જે સૂચના મળે છે, તે ફોલો કરો.
4. હવે ઈમેઈલ એડ્રેસ અને ફોન નંબરમાંથી એક પસંદ કરીને  Send Security Code Again પર ક્લિક કરો.
5.  હવે તમને નવો સિક્યોરિટી કોડ મળશે. કોડ ન મળે તો I can’t access this email or phone number પર ક્લિક કરો. 
6. બાદમાં ઓન સ્ક્રીન જે સૂચના મળે છે, તેને ફોલો કરતા જાવ, તમારું અકાઉન્ટ તમને પાછું મળી જશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Instagram hack Tech Tips instagram tips ઈન્સ્ટાગ્રામ ટિપ્સ ઈન્સ્ટાગ્રામ હેક Tech tips

Published by

Bhavin Rawal

Bhavin Rawal

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ