બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Indians too! What do countrymen like to watch on TV while having dinner?

સર્વે / ભારતીયો પણ! ડિનર કરતી વખતે ટીવી પર શું જોવાનું પસંદ કરે છે દેશવાસીઓ? રિસર્ચમાં થયા મજાના ખુલાસા

Kishor

Last Updated: 10:31 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેઝોને નીલ્સન આઈક્યુ નામની કંપનીએ પોતાના દર્શકો વિશે જાણકારી મેળવવા માટે એક રિસર્ચ કરાવ્યું છે.જેમાં 97 ટકા લોકો રાતના જમવાના સમયે ઓનલાઈન ટીવી જોવાનું પસંદ કરતા હોવાનું ખુલ્યું.

  • ભારતીય સ્ટડીમાં ઘણા મજેદાર ખુલાસા
  • નીલ્સન આઈક્યુ નામની કંપની દ્વારા રિસર્ચ
  • 97 ટકા લોકો રાતના જમવાના સમયે ઓનલાઈન ટીવી જોવાનું પસંદ કરે છે.

આપણને બધાને ડિનર કરતી વખતે ટીવી જોવુ વધારે પસંદ છે. ત્યારે ભારતીય સ્ટડીમાં ઘણા મજેદાર ખુલાસા થયા છે. અમેઝોને નીલ્સન આઈક્યુ નામની કંપનીએ પોતાના દર્શકો વિશે જાણકારી મેળવવા માટે એક રિસર્ચ કરાવ્યું છે. જેમાં જાણકારી મળી હતી કે મોટાભાગના લોકો ઓનલાઈન કન્ટેન્ટ પોતાના સ્માર્ટફોન, ટેબલેટ અથવા લેપટોપ પર જોવાના બદલે સ્માર્ટ ટીવી, સ્ટ્રીમિંગ સ્ટિક અથવા સેટ-ટોપ બોક્સના માધ્મયથી ટીવી જોવાનું પસંદ કરી રહ્યાં છે.

મોંધવારીનું મનોરંજન..ટીવી જોવું પણ થશે મોંઘું, DTHના રિચાર્જમાં થઈ શકે  વધારો, રિપોર્ટમાં કરાયો દાવો | Recessional entertainment Even watching TV  will become expensive

ડિનરના સમયે ભારતીયો શું જોવે છે ટીવી પર?
એક સર્વેમાં જાણવા મળ્યું કે મોટાભાગનાલોકો એટલે કે લગભગ 78 ટકા લોકો ફિલ્મો અને સિરીયલ જોવાનું પસંદ કરી રહ્યાં છે. નાની સ્ક્રીન એટલે કે મોબાઈલ કે લેપટોપમાં જોવાના બદલે લોકો ટીવીમાં જોવાનું પસંદ કરી રહ્યાં છે. વિકેન્ડમાં તો લોકો 5 કલાકથી વધારે સ્ટ્રીમિંગ કરી રહ્યાં છે. જ્યારે અઠવાડિયાના અન્ય દિવસોમાં 3 કલાક જેવુ ટીવી જોવે છે. ખાસ વાત એ છે કે 97 ટકા લોકો રાતના જમવાના સમયે ઓનલાઈન ટીવી જોવાનું પસંદ કરે છે.

ઓનલાઈન સોર્સના માધ્યમથી ટીવી જોવાનું પસંદ કરી રહ્યાં છે

લોકો વધારે મસ્તી મજાક વાળુ જોવાનું વધારે પસંદ કરે છે. જે બાદ ખેલ, થ્રિલર, રોમાંસ, ડરાવણી ફિલ્મો, વિદેશી સિરિયલ જોવાનું લોકો પસંદ કરી રહ્યાં છે.ઘરમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ હોવા છતાં લોકો ટીવી પર સ્ટ્રીમિંગ કરવાનું વધારે પસંદ કરે છે. જેના કારણે ટીવી પર સારી તસવીરો અને અવાજ સારો મળતો હોવાથી લોકો ઓનલાઈન ટીવી જોવાનું પસંદ કરી રહ્યાં છે. સાથે જ લોકો OTT પ્લેટફોર્મ અને ઓનલાઈન સોર્સના માધ્યમથી ટીવી જોવાનું પસંદ કરી રહ્યાં છે.

વધુ વાંચો :  કલાકો સુધી ઓફિસમાં બેસીને કરો છો કામ, તો કોઈને કોઈ બીમારી કરશે પરેશાન: બચવા માટે અપનાવો આ ટિપ્સ

ટીવી પર સ્ટ્રીમિંગ માટે લોકોને સૌથી મહત્વની વસ્તુની જરૂર હોય છે? જે છે સ્પીડ. 38% લોકોએ આ જ કહ્યું.. જ્યારે 24% લોકો ઈચ્છે છે કે વધારે પડતા OTT એપ્સનો ઓપ્શન મળે. કેટલાક લોકો સ્ટ્રીમિંગ કન્ટેન્ટ માટે વોઇસ સર્ચની સુવિધા અને ઈન્ટરનેટ વીડિયોથી લઈને લાઈવ ડીટીએચ ચેનલ સુધી બધું એક જ જગ્યાએ જોવાની સુવિધા ઈચ્છે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ