ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you work sitting in the office for hours, then some illness will bother you

હેલ્થ એલર્ટ! / કલાકો સુધી ઓફિસમાં બેસીને કરો છો કામ, તો કોઈને કોઈ બીમારી કરશે પરેશાન: બચવા માટે અપનાવો આ ટિપ્સ

Published By: Sanjay Vibhakar

Last Updated: 01:07 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો ઓફિસમાં કામની ચિંતાને કારણે 8-9 કલાક એક જ જગ્યાએ બેસી રહે છે. કલાકો સુધી ઓફિસમાં એક જ જગ્યાએ બેસી રહેવાથી તમારા સ્વાસ્થ્ય સાથે મગજને પણ નુકસાન થાય છે.

ADVERTISEMENT

  • દર 20 મિનિટે ઊભા થાવ 
  • વધુ પ્રમાણમાં પાણી પીવું 
  • બ્રેકમાં થોડું ચાલવાનું રાખો 

આજકાલ લોકોની જીવનશૈલી એકદમ બદલી ગઈ છે. ખરાબ ખાનપાન તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ રીતે બીમાર થવાનાં અન્ય કારણો પણ છે. તેમાંથી એક છે કલાકો સુધી ઓફિસમાં એક જગ્યાએ બેસી રહેવું. આ તમારા સ્વાસ્થ્ય સાથે મગજ માટે પણ નુકસાનકારક છે. ઘણા લોકો ઓફિસમાં કામની ચિંતાને કારણે 8-9 કલાક એક જ જગ્યાએ બેસી રહે છે. તેની સીધી અસર તમારા હાડકાં પર થાય છે. જાણો કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી શું નુકસાન થાય છે. 

ગરદનનો દુ:ખાવો 
ઓફિસમાં સતત 8 કલાક બેસવાથી ગરદનમાં દુ:ખાવો થાય છે. આ સાથે સ્થૂળતા, કેન્સર, ડાયાબિટીસ અને હ્રદય રોગનું જોખમ પણ વધી જાય છે. 

રોગપ્રતિકારક તંત્ર 
કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરવાથી શરીરનાં કોષો નબળા થઈ જાય છે. જેનાથી તમારું રોગપ્રતિકારક તંત્ર પ્રભાવિત થાય છે. એટલા માટે કામ વચ્ચે ઊભા થવાનો પ્રયત્ન કરો.  

વાંચવા જેવું: જવાનીમાં જ ખરાબ થઈ જશે શરીરના અંગો! હોટલમાં ખાવા-પીવાના શોખીન લોકો જરૂર જાણી લે આ નુકસાન

કમરનો દુ:ખાવો 
ઘર હોય કે ઓફિસ, કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરવાથી કમરમાં દુ:ખાવો થાય છે. વચ્ચે-વચ્ચે ઊભું થવાનું રાખો. 

વજન વધી શકે છે
એક જ જગ્યાએ બેસી રહેવાથી વજન વધી શકે છે. એક જ જગ્યાએ બેસી રહેવાથી કેલેરી બર્ન નથી થતી. જેના કારણે વજન વધવા લાગે છે. વઘતું જતું વજન બિમારીઓનું કારણ બની શકે છે. 

બચવા માટે અપનાવો આ હેલ્ધી ટિપ્સ

  • સતત બેસો નહીં 
  • દર 20 મિનિટે ઊભા થાવ 
  • વધુ પ્રમાણમાં પાણી પીવું 
  • બ્રેકમાં થોડું ચાલવાનું રાખો 

સંકળાયેલા મુદ્દાઓ

Health Problems office work sitting problem આરોગ્ય ટિપ્સ ઓફિસમાં કલાકો સુધી બેસવું health alert

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ