બ્રેકિંગ ન્યુઝ
ભારતમાં GDP 2018ના આંકડા મુજબ 10% GDP પ્રવાસન ઉદ્યોગ વડે આવ્યો હતો. આ સર્વિસ સેક્ટરમાંથી સૌથી વધુ કર્મચારીઓ ધરાવતું ક્ષેત્ર છે.
ADVERTISEMENT
2020 સુધીમાં આ ક્ષેત્ર 48 અબજ ડોલર એટલે કે 3 લાખ કરોડ જેટલું મોટું બની જવાની સંભાવના છે. આ ઉછાળામાં ટેક્નોલોજીનો વિકાસ મહત્વનો ભાગ ભજવે છે. આજે પણ પ્રવાસીઓ બહારથી ફરવા કરતા જે તે વિસ્તારના પરંપરાગત ક્લચરને નજીકથી માણવાનો વધુ આગ્રહ રાખે છે.
booking.comના એક અધિકારીના જણાવ્યા મુજબ લોકો હવે વધુને વધુ દૂરની ટ્રિપ્સ પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત પહેલા વિદેશમાં લોકો ફક્ત યુરોપ જતા હતા જયારે હવે એશિયા પણ લોકોનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે.
ADVERTISEMENT
ભારત હવે પ્રવાસન માટે વધુ સુલભ બન્યું છે. booking.com પર ભારતના 8,80,000 જેટલા હોટલ્સ, રિસોર્ટ્સ નોંધાયેલા છે. booking.com પર ભારતના બૂકિંગ્સમાં 2017-18માં 68%નો જંગી ઉછાળો નોંધાયો હતો.
શું ભારતનો પ્રવાસન ઉદ્યોગ ઘણા વધારે હરીફો ધરાવે છે?
ADVERTISEMENT
ભારતમાં પ્રવાસન ઉદ્યોગ ખૂબ સ્પર્ધાત્મક છે અને ભારત વિકાસશીલ દેશ છે એટલે અહીં ઘણી બધી કંપનીઓ ટ્રાવેલ એજન્ટ્સ તરીકે ઓપરેટ થાય છે.
staycationનો ક્રેઝ વધ્યો છે
ADVERTISEMENT
staycation એટલે કે પોતાના જ શહેરમાં એક દિવસની રિલેક્સિંગ ટુર કરવી અને પોતાના શહેરમાં ના જોયેલા આકર્ષણો માણવા. આ ઉપરાંત લોકો ટૂંકા વેકેશન લઇને નજીકની જગ્યાઓએ જવાનું પણ વધુ પસંદ કરી રહ્યા છે.
પ્રવાસન ક્ષેત્રનું ભવિષ્ય શું હશે?
ADVERTISEMENT
ઉપર જણાવ્યા મુજબ લોકોને જે તે જગ્યાની સ્થાનિક સંસ્કૃતિ માણવી વધુ ગમે છે. ભારતમાં પણ આ ટ્રેન્ડ જોવા મળ્યો છે. ભારતમાં booking.comની 8 લાખથી વધુ હોટલોમાં આશરે દોઢ લાખ જગ્યાઓ સ્થાનિક ઘર, એમ્પાર્ટમેન્ટ, ફાર્મ હાઉસ જેવી યુનિક જગ્યા છે.
ટેક્નોલોજી કેવી રીતે આમાં ભાગ ભજવશે?
ADVERTISEMENT
પ્રવાસીઓ હવે ટ્રાવેલ એપ્સનો મોબાઇલમાં છૂટથી ઉપયોગ કરે છે. આથી તેઓ છેલ્લી મિનિટે બુકીંગ કરાવી અથવા બદલાઈ શકે છે.
આ ઉપરાંત પ્રવાસીઓ પહેલા કરતા ખુબ જાગૃત થઇ ગયા છે. તેઓ તેમની જરૂરિયાત મુજબ જ બુકીંગ કરાવે છે. આમ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો મહત્વનો ભાગ છે. તે યાત્રીની ચોક્કસ જરૂરિયાત અને ઈચ્છા મુજબના સ્થળો અને હોટેલો શોધવામાં મદદ કરે છે.
મહિલાઓનું યોગદાન ખૂબ મહત્વનું
મહિલાઓ કદાચ ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી કરતા ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં વધુ સારી રીતે વિકાસ કરી શકે છે. કર્મચારી સ્તરે અને ટ્રાવેલ ગાઈડ તરીકે ઘણી મહિલાઓ કાર્યરત છે પરંતુ મેનેજર સ્તરે હજુ મહિલાઓની સંખ્યા ઓછી છે પરંતુ પરિસ્થિતિ ભવિષ્યમાં ચોક્કસ બદલાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.