બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:22 PM, 6 October 2025
લંકા પ્રિમીયર લીગને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. લંકા પ્રીમિયર લીગ એટલે કે LPLની છઠ્ઠી સિઝન આ વર્ષે ડિસેમ્બરમાં રમાશે અને આ વખતે ટૂર્નામેન્ટમાં પહેલી વખત ભારતીય ક્રિકેટર પણ ભાગ લેતા જોવા મળશે. આયોજકોએ પુષ્ટી કરી છે કે લીગ 1લી ડિસેમ્બરથી શરૂ થઈને 23 ડિસેમ્બર સુધી રમાશે. ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે ભારતીય ખેલાડીઓથી હાજરથી લીગની લોકપ્રિયતા વધી રહી છે.
ADVERTISEMENT
ભારતના નેશનલ અને પૂર્વ ઈન્ટરનેશનલ ખેલાડી આ વખતે LPLના ડ્રાફ્ટમાં સામેલ થશે, જેનાથી ટૂર્નામેન્ટમાં ભારતીય રંગ ઝલકશે. ભારતીય ખેલાડીઓના નામોની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થશે.
ADVERTISEMENT
આ સિઝનમાં કુલ 24 મેચ રમાશે, જેમાં 20 લીગ મેચ અને 4 નોકઆઉટ મેચ રમાશે.આ બધી મેચ શ્રીલંકાના ત્રણ મોટા સ્ટેડિયમ કોલંબોના આર.પ્રેમદાસા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ, કેન્ડીના પલ્લેકેલે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ અને દાંબુલાના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં યોજાશે. લીગમાં 5 ફ્રેન્ચાઈઝી ટીમમાં ભાગ લેશે અને દરેક ટીમ લીગ તબક્કાવાર અન્ય ચાર ટીમ સાથે બે વખત મુકાબલો કરશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમેરિકન ખેલાડી તો ટ્રમ્પનો પણ બાપ નિકળ્યો, રાજાને ઉઠાવીને ફેંકી દીધો
ADVERTISEMENT
રાઉન્ડ-રોબિન સ્ટેજ પછી પોઈન્ટ્સ ટેબલમાં ચાર ટીમ પ્લેઓફમાં પહોંચશે. ક્વોલિફાયર 1 બે ટીમ વચ્ચે રમાશે, જેની વિજેતા ટીમ સીધા ફાઈનલમાં જશે. એલિમિનેટર મેચ ત્રીજા અને ચોથા સ્થાનની ટીમ વચ્ચે રમાશે. એલિમિનેટરની વિજેતા ટીમ ક્વોલિફાયર 1 માં હારનારી ટીમ સાથે ક્વોલિફાયર 2માં ટકરાશે. ક્વોલિફાયર 2ની વિજેતા ટીમ ફરી ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવશે.
LPLની ટૂર્નામેન્ટ ડાયરેક્ટર સામન્થા ડોડનવેલાએ જણાવ્યું કે, આ વખતે ટૂર્નામેન્ટનો ટાઈમ જાણીજોઈને વર્ષના અંતમાં રાખવામાં આવ્યો છે, જેથી ખેલાડીઓને નવી ક્રિકેટ સિઝનની શરૂઆત પહેલા વધારે પ્રેક્ટિસ અને કોમ્પિટિશનનો માહોલ મળી શકે. તેમણે કહ્યું કે, છેલ્લા ઘણા વર્ષોમાં LPL નવા ખેલાડીઓ માટે એક લોન્ચપેડ સાબિત થયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.