બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / indian attacked in america student appeals by releasing video wife writes letter to jaishankar

World News / અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી પર હિચકારો હુમલો, 4 શખ્સો હથિયારો લઈ તૂટી પડ્યા, લૂંટારુઓના ખૌફનાક CCTV

Published By: Vikram Mehta

Last Updated: 11:07 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના શિકાગોમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમાલામાં ભારતીય વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. આ વિડીયોમાં વિદ્યાર્થી લોહીલુહાણ જોવા મળી રહ્યો છે.

  • શિકાગોમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલો
  • ભારતીય વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ
  • વિડીયોમાં વિદ્યાર્થી લોહીલુહાણ જોવા મળ્યો

અમેરિકાના શિકાગોમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમાલામાં ભારતીય વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. પીડિત વિદ્યાર્થી સૈયદ મજાહિર અલીએ એક વિડીયો શેર કરીને લોકો પાસેથી મદદ માંગી છે. આ વિડીયોમાં વિદ્યાર્થી લોહીલુહાણ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ હૈદરાબાદમાં રહેતા પીડિત વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકાર પાસેથી મદદ માંગતા પીડિત વિદ્યાર્થીની પત્નીને અમેરિકા જવાની મંજૂરી માંગી છે. 

શિકાગોમાં 6 ફેબ્રુઆરીના રોજ 4 હથિયારબંધ લુંટારૂઓએ હૈદરાબાદમાં રહેતા સૈયદ મજાહિર અલી પર તેના ઘર પાસે જ હુમલો કર્યો હતો. આ હુમલામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. સૈયદ મજાહિર અલીએ આ ઘટના પછી વિડીયો શેર કર્યો છે, જેમાં તે લોહીલુહાણ જોવા મળી રહ્યો છે. વિડીયોમાં પીડિત વિદ્યાર્થી જણાવી રહ્યો છે કે, તેના પર હુમલો કરીને તેની પાસેથી ફોન છીનવી લીધો હતો. 

વધુ વાંચો: વિદેશ જનારા માટે ગુડ ન્યૂઝ! હવે ભારતીયોને મળશે આ દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી, પણ શરતોનું પાલન ફરજિયાત

સૈયદ મજાહિર અલી અમેરિકામાં ઈન્ડિયાના વેસ્લીયન યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી લેવા માટે ગયો હતો. CCTV ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે, મંગળવારે સવારે શિકાગોમાં કેમ્પબેલ એવન્યૂમાં તેના ઘર પાસે ત્રણ હુમલાખોર તેનો પીછો કરી રહ્યા હતા. ત્યારપછી હુમલાખોર વિદ્યાર્થી પર એકસાથે હુમલો કરે છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, વિદ્યાર્થીના માથા, નાક અને મોઢા પર લોહી નીકળી રહ્યું છે. પીડિત વિદ્યાર્થી વિડીયોમાં જણાવે છે કે, ‘હું હાથમાં ખાવાનું પેકેટ લઈને ઘરે આવી રહ્યો હતો અને 4 લોકોએ મારા પર હુમલો કર્યો. મને મારા ઘર પાસે ઘેરી લીધો અને મને લાત મુક્કા મારવાનું ચાલુ કરી દીધું. પ્લીઝ મારી હેલ્પ કરો.’
 
 

સંકળાયેલા મુદ્દાઓ

Indian student video indian attacked in America indian student attacked in US અમેરિકામાં ભારતીય પર હુમલો ઈન્ડિયન સ્ટુડન્ટ વિડીયો ભારતીય વિદ્યાર્થી પર હુમલો world news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ