બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / સ્પોર્ટસ / India Worried about the bad phase of Virat's Captainship

ક્રિકેટ / IPL: વિરાટની કેપ્ટનશિપનો ખરાબ તબક્કો ભારત માટે ચિંતાની વાત

vtvAdmin

Last Updated: 04:28 PM, 9 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈ પણ ટીમની સફળતામાં કેપ્ટનનું યોગદાન સૌથી મહત્ત્વનું હોય છે, પરંતુ વિરાટ છેલ્લી ૧૧ મેચમાં પોતાની ટીમને જીત અપાવી શક્યો નથી. વિરાટ સાથે આવું નિર્ધારિત ઓવરોના ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરવાની સાથે-સાથે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)નું નેતૃત્વ કરતા બન્યું છે

વિરાટ કોહલીનો પાછલો કેટલોક સમય ઠીક નથી ચાલી રહ્યો. KKR સામે ગત શુક્રવારે રમાયેલી મેચને બાદ કરતાં IPLમાં તેનું બેટ મોટા ભાગે શાંત જ રહ્યું છે. કેપ્ટનશિપમાં પણ તેનો જાદુ ગાયબ થઈ ગયેલો જણાય છે. નેતૃત્વ ક્ષમતાના મામલામાં તેનો આ ખરાબ તબક્કો ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય છે, કારણ કે ભારતે ૩૦ મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થનારા વન ડે વર્લ્ડકપમાં ભાગ લેવાનો છે. 
Image result for India Worried about the bad phase of Virat's Captainship
ટીમ ઇન્ડિયાને વિશ્વકપમાં ખિતાબના પ્રબળ દાવેદારના રૂપમાં જોવામાં આવી રહી છે. ઈંગ્લેન્ડની સાથે જ ભારતની ગણના ટોચના બે દાવેદારોમાં થઈ રહી છે, પરંતુ ભારતને પાછલા દિવસોમાં ઘરઆંગણે જ ઓસ્ટ્રેલિયાની નબળી ટીમ સામે વન ડે શ્રેણી ગુમાવવી પડી હતી. આ ટીમ ઇન્ડિયા માટે એક મોટા ઝટકા સમાન હતી, કારણ કે ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન પાછલા દોઢ વર્ષ દરમિયાન પ્રદર્શન ખરાબ રહ્યું હતું.
Image result for India Worried about the bad phase of Virat's Captainship
કોઈ પણ ટીમની સફળતામાં કેપ્ટનનું યોગદાન સૌથી મહત્ત્વનું હોય છે, પરંતુ વિરાટ છેલ્લી ૧૧ મેચમાં પોતાની ટીમને જીત અપાવી શક્યો નથી. વિરાટ સાથે આવું નિર્ધારિત ઓવરોના ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરવાની સાથે-સાથે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)નું નેતૃત્વ કરતા બન્યું છે. વિરાટ પોતાના નેતૃત્વમાં ૨૪ ફેબ્રુઆરી-૨૦૧૯ બાદથી કોઈ પણ ટીમને જીત અપાવી શક્યો નથી. આ સમય બાદથી તેના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ બે ટી-૨૦ મેચ અને ત્રણ વન ડે મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. IPLમાં પણ નસીબે વિરાટને સાથ આપ્યો નહીં અને આરસીબીની ટીમ વિરાટની કેપ્ટનશિપમાં ગઈ કાલની દિલ્હી કેપિટલ્સ સહિતની સતત છ મેચ હારી ચૂકી છે. 
Image result for India Worried about the bad phase of Virat's Captainship
IPLમાં વિરાટ પોતાની ટીમને પાટા પર ચડાવવા ઇચ્છે છે, કારણ કે સતત થઈ રહેલા પરાજયથી મનોબળ પર અસર તો પડે જ છે. વિરાટના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ સફળતાનાં અનેક શિખર સર કર્યાં છે અને વિરાટ ફરી એ જ રસ્તે ચાલીને ઈંગ્લેન્ડમાં ભારતને વિશ્વકપની ટ્રોફી અપાવવા ઇચ્છે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ