બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / શેફાલીની આંધીમાં ઉડ્યું શ્રીલંકા, ભારતે 7 વિકેટથી જીતી મેચ, સીરિઝમાં 2-0ની આગળ
ભારતની ઓપનીંગ બેટ્સેન શેફાલી વર્માની નાબાદ ફિફ્ટીની મદદથી શ્રીલંકાને બીજી T20માં સાત વિકેટથી હરાવ્યું. ભારતીય બોલરોએ શ્રીલંકાને 9 વિકેટે 128 રન જ ફટકારવા દીધા હતા. જવાબમાં ભારતીય ટીમે આ લક્ષ્યાંકને 11.5 ઓવરમાં જ પુરો કરી દીધો હતો. આ રીતે ભારતે 5 મેચોની સિરિઝમાં 2-0ની લીટ મેળવી લીધી છે. ભારત તરફથી શેફાલી વર્માએ 34 બોલમાં 11 ચોગ્ગા અને એક સિક્સની મદદથી અણનમ 69 રન બનાવ્યા હતા. ઋચા ઘોષ એક રન બનાવીને અણનમ રહીં હતી.
ADVERTISEMENT
જેમિમા અને શેફાલીની શાનદાર જોડી
ભારત તરફથી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ઈનિગ્સની શરૂઆત કરી હતી. જોતે આ જોડી વધુ સમય પીચ પર ટકી ન શકી. કવિષ્કાએ મંધાનાની વિકેટ લઈને ભારતને પહેલો ઝટકો આપ્યો હતો. જે પછી જેમિમા રોડ્રિગ્સ અને શેફાલી વર્માએ શાનદાર પાર્ટનરશિપ કરી હતી. શેફાલી અને જેમિમાએ વિસ્ફોટક બેટિંગ કરતા ભારતનો સ્કોર 80ને પાર પહોંચાડ્યો હતો. કાવ્યા કાવિંદએ જેમિમાને આઉટ કરતા ભારતીય ટીમની બીજી વિકેટ પડી હતી. જો કે જેમિમા 15 બોલમાં ચાર ચોગ્ગા અને અને એક સિક્સની મદદથી 26 રન બનાવ્યા હતા. જેમિમા અને શેફાલીએ બીજી વિકેટ માટે 58 રનની પાર્ટનરશિપ કરી હતી. તે પછી કેપ્ટન હરમનપ્રીત કૌરે 12 બોલમાં 10 રન બનાવ્યા અને તે પણ પીચ પર ટકી શકી નહીં. શ્રીલંકા તરફથી માલ્કી મદારા, કાવ્યા કાવિંદી, અને કવિશા ગિલહારીને એક-એક વિકેટ મળી હતી
ADVERTISEMENT

બંને ટીમોની પ્લેઈંગ-11:
ADVERTISEMENT
ભારત: સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), અમનજોત કૌર, સ્નેહ રાણા, અરુંધતિ રેડ્ડી, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌર, શ્રી ચરાણી.
વધુ વાંચો: અંડર-19 એશિયા કપ ફાઇનલ બાદ વિવાદ, ટીમ ઇન્ડિયાએ મોહસીન નકવી પાસેથી મેડલ લેવાનો ઇનકાર કર્યો
ADVERTISEMENT
શ્રીલંકા: વિશ્મી ગુણારત્ને, ચમરી અટાપટ્ટુ (સી), હસિની પરેરા, હર્ષિતા સમરવિક્રમા, નીલાક્ષી ડી સિલ્વા, કવિશા દિલહારી, કૌશાની નુથયાંગના (ડબ્લ્યુકે), મલ્કી મદારા, ઈનોકા રણવીરા, કાવ્યા કવિંદી, શશિની ગિમ્હાની.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.