ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / અંડર-19 એશિયા કપ ફાઇનલ બાદ વિવાદ, ટીમ ઇન્ડિયાએ મોહસીન નકવી પાસેથી મેડલ લેવાનો ઇનકાર કર્યો

સ્પોર્ટ્સ / અંડર-19 એશિયા કપ ફાઇનલ બાદ વિવાદ, ટીમ ઇન્ડિયાએ મોહસીન નકવી પાસેથી મેડલ લેવાનો ઇનકાર કર્યો

Published By: Priykant Shrimali

Last Updated: 06:52 AM, 22 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND Vs PAK : ફાઇનલ મેચ બાદ યોજાયેલી પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી મેડલ લેવાનો ઇનકાર કર્યો અને પછી...

ADVERTISEMENT

IND Vs PAK : દુબઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપ 2025ની ફાઇનલ મેચ બાદ હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. વાસ્તવમાં આ મેચમાં પાકિસ્તાને ભારતને મોટા અંતરે હરાવીને ઇતિહાસ રચ્યો, પરંતુ મેચ પછીનું દૃશ્ય વધુ ચર્ચામાં આવ્યું. ફાઇનલ મેચ બાદ યોજાયેલી પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી મેડલ લેવાનો ઇનકાર કર્યો હતો. મોહસીન નકવી ખાસ આ પ્રસંગ માટે દુબઈ પહોંચ્યા હતા.

પ્રેઝન્ટેશન સેરેમનીમાં અસામાન્ય દૃશ્ય

પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન મોહસીન નકવીએ સૌપ્રથમ ચેમ્પિયન પાકિસ્તાની ટીમના ખેલાડીઓને મેડલ આપ્યા અને ત્યારબાદ કેપ્ટન ફરહાન યુસુફને ટ્રોફી સોંપી. ચેમ્પિયન ટીમ સાથે તેમણે તસવીરો પણ ખેંચાવી. પરંતુ જ્યારે ભારતીય ટીમનો વારો આવ્યો, ત્યારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પોડિયમ પર ગયા નહીં. પરિણામે મોહસીન નકવી ભારતીય ટીમને મેડલ આપી શક્યા નહીં અને અન્ય એક અધિકારીએ તેમને મેડલ અર્પણ કર્યા. આ ઘટનાને લઈને ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોમાં અલગ-અલગ પ્રતિભાવો જોવા મળ્યા.

અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે

આ પહેલી વખત નથી જ્યારે ભારતીય ટીમ અને મોહસીન નકવી વચ્ચે આવી સ્થિતિ સર્જાઈ હોય. અગાઉ 2025ના મેન્સ સિનિયર એશિયા કપ દરમિયાન પણ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા. તે ટુર્નામેન્ટની ફાઇનલ જીત્યા બાદ પણ ટીમ ઇન્ડિયાએ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાની ના પાડી હતી.

આ પણ વાંચો : એક ફોન કોલ અને શુભમન ગિલ વર્લ્ડ કપ ટીમમાંથી બહાર... રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

પાકિસ્તાન માટે ઐતિહાસિક જીત

આ તમામ વિવાદ વચ્ચે પાકિસ્તાને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા 36 વર્ષમાં પહેલી વખત પાકિસ્તાને અંડર-19 એશિયા કપ જીત્યો છે. અગાઉ પાકિસ્તાન બે વખત રનર-અપ રહ્યું હતું, પરંતુ 2025માં તેણે આખરે ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો. ફાઇનલ મેચમાં પાકિસ્તાને પહેલા બેટિંગ કરતાં 347 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને પાકિસ્તાનને 191 રનની શાનદાર જીત મળી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Under-19 Asia Cup 2025 IND Vs PAK Mohsin Naqvi

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ