બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારત-ન્યૂઝીલેન્ડમાં કોનું પલડું ભારે? ફાઇનલ પહેલા જાણી લો 30 મેચનો પૂરો હિસાબ

T20 WC 2026 / ભારત-ન્યૂઝીલેન્ડમાં કોનું પલડું ભારે? ફાઇનલ પહેલા જાણી લો 30 મેચનો પૂરો હિસાબ

Bijal Vyas

Last Updated: 10:28 AM, 7 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપ 2026નો કારવાહ હવે તેના અંતિમ તબક્કામાં છે. 8 માર્ચના રોજ આ ICC ટુર્નામેન્ટની ફાઇનલ છે, જ્યાં ભારત અને ન્યુઝીલેન્ડ એકબીજા સામે ટકરાશે.

T20 વર્લ્ડ કપ 2026નો કારવાહ હવે તેના અંતિમ તબક્કામાં છે. 8 માર્ચના રોજ આ ICC ટુર્નામેન્ટની ફાઇનલ છે, જ્યાં ભારત અને ન્યુઝીલેન્ડ એકબીજા સામે ટકરાશે. ભારત પોતાનો ત્રીજો T20 વર્લ્ડ કપ ખિતાબ જીતવા મેદાનમાં ઉતરશે, જ્યારે ન્યુઝીલેન્ડ પોતાની નજર T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવા પર હશે. હવે પ્રશ્ન એ છે કે કઈ ટીમનું પલડું ભારે છે. આ નક્કી કરવા માટે, તમારે 30 T20I મેચોના સંપૂર્ણ પરિણામોની હિસાબ કરવાની જરૂર પડશે.

IND vs NZ ફાઇનલમાં પહેલા 30 મેચનો હિસાબ

આપણે જે 30 T20 મેચોની વાત કરી રહ્યા છીએ તે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધી રમાયેલી મેચો છે. આમાં T20 વર્લ્ડ કપમાં તેમની વચ્ચે રમાયેલી મેચોનો પણ સમાવેશ થાય છે. જો આપણે બંને ટીમો વચ્ચે રમાયેલી 30 T20 આંતરરાષ્ટ્રીય મેચોના પરિણામો પર વિચાર કરીએ, તો એકંદરે ભારતનું પડલુ ભારે હોય તેવું લાગે છે. જોકે, જ્યારે ICC મેચો, એટલે કે T20 વર્લ્ડ કપની વાત આવે છે, ત્યારે ન્યુઝીલેન્ડની જીત 100% નિશ્ચિત દેખાય છે.

કોનું પડલુ ભારે ?

ભારતે ઓવરઓલ 30 મેચોમાંથી 16 મેચ જીતી છે. ન્યુઝીલેન્ડે 11 મેચ જીતી છે, જ્યારે બંને ટીમો વચ્ચે 3 મેચ ટાઈ રહી છે. અત્યાર સુધીમાં, બંને ટીમો T20 વર્લ્ડ કપમાં 3 વખત એકબીજાનો સામનો કરી ચૂકી છે, અને ત્રણેય વખત ન્યુઝીલેન્ડ જીત્યું છે. ભારત અને ન્યુઝીલેન્ડ 2007, 2016 અને 2021 ના T20 વર્લ્ડ કપમાં ટકરાયા હતા. ન્યુઝીલેન્ડે 2007 ના T20 વર્લ્ડ કપમાં 10 રનથી, 2016ના T20 વર્લ્ડ કપમાં 47 રનથી અને 2021 ના T20 વર્લ્ડ કપમાં 8 વિકેટથી ભારતને હરાવ્યું હતું.

આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યાના પુત્ર અને ગર્લફ્રેન્ડનો પ્રેમ જોઈને ઈમ્પ્રેસ થઈ માહી વિજે કહ્યું-'નતાશા તે...'

ભારતની ધરતી પર IND vs NZનો રેકોર્ડ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2026 માં રમાનારી T20 વર્લ્ડ કપની ફાઇનલ ભારતની ધરતી પર રમાશે. ટીમ ઇન્ડિયાનો પોતાના હોમ ગ્રાઉન્ડ પર ન્યુઝીલેન્ડ સામે રેકોર્ડ કેવો છે, બંને ટીમો ભારતીય ધરતી પર 16 T20 મેચોમાં ટકરાઈ છે, જેમાં 11-5 થી ભારતનું પડલુ ન્યૂઝીલેન્ડ પર ભારે રહ્યુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20I Matches T20 World Cup 2026 Final India vs New Zealand
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ