બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / Viral / ટેક અને ઓટો / Video: લો બોલો..., ChatGPTની મદદથી આ ભાઈએ તો રિક્ષાનું ભાડું ઓછું કરાવી દીધું, જુઓ વાયરલ વીડિયો

ગજબ / Video: લો બોલો..., ChatGPTની મદદથી આ ભાઈએ તો રિક્ષાનું ભાડું ઓછું કરાવી દીધું, જુઓ વાયરલ વીડિયો

Last Updated: 02:21 PM, 30 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગાલુરુમાં એક વિદ્યાર્થીએ રિક્ષાનુ ભાડું ઓછુ કરવા માટે ChatGPTની મદદ લીધી. ચેટજીપીટીએ કન્નડ ભાષામાં ઓટો ડ્રાઇવર સાતે વાત કરીને 200 રૂપિયાના ભાડાંના 120 રૂપિયા કરાવ્યા. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

બેંગાલુરુમાં એક મજેદાર ઘટના હાલમાં સોશિયલ મીડિયા પર વયારલ થઇ રહી છે જ્યાં એક વિદ્યાર્થીએ OpenAI ના ChatGPT ની મદદથી ઓટો ડ્રાઈવર પાસેથી ભાડું ઘટાડ્યું. આ સમગ્ર ઘટના એક વીડિયોમાં કેદ થઈ છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બેંગાલુરુમાં અભ્યાસ કરતો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર સાજન મહતો એક ઓટોમાં ચઢ્યો અને ડ્રાઈવરે ભાડું 200 રૂપિયા માંગ્યા. સાજને લાગ્યું કે રકમ ખૂબ વધારે છે અને તેણે ભાડામાં ઘટાડો કરવા માટે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભાષાના અવરોધને કારણે, વાતચીત મુશ્કેલ હતી. આવી સ્થિતિમાં, સાજને ટેકનોલોજીનો સહારો લીધો અને ChatGPT ની મદદ લીધી.

સાજને ચેટજીપીટીને કહ્યું, "ઓટો ડ્રાઈવર 200 રૂપિયા માંગે છે, પણ હું એક વિદ્યાર્થી છું. કૃપા કરીને ભાડું 100 રૂપિયા કરો." ચેટજીપીટીના વોઇસ આસિસ્ટન્ટ ફીચરથી ઓટો ડ્રાઈવરને કન્નડ ભાષામાં સંદેશ તરત જ વાંચી સંભળાય છે.

જ્યારે ઓટો ડ્રાઈવરે મોબાઇલને તેની પોતાની ભાષામાં વાત કરતા સાંભળ્યો, ત્યારે થોડી વાતચીત પછી, તે ભાડું 200 રૂપિયાથી ઘટાડીને 120 રૂપિયા કરવા સંમત થયો. આ આખી વાતચીતનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
વધુ વાંચો- વિચારો શું હશે? Phd પડતું મૂકીને છોકરીએ એવો ધંધો પકડ્યો કે મહિનામાં બની કરોડપતિ, રાણી જેવો રોલો

આ ઘટના દર્શાવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે રોજિંદા જીવનના નાના-મોટા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં પણ મદદરૂપ થઇ રહ્યું છે. એક તરફ ટેકનોલોજી દ્વારા ભાષાના અવરોધો દૂર થઈ રહ્યા છે આ ફક્ત એક રમુજી કિસ્સો નથી, પણ ભવિષ્યમાં આપણી સ્થાનિક વાતચીત અને વાટાઘાટોમાં AI કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તે પણ દર્શાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI helps reduce auto fare ChatGPT auto fare negotiation Bengaluru student ChatGPT
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ