બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Video: Fastag મુદ્દે ટોલ પ્લાઝા પર બબાલ, કેબિનમાં ઘૂસી મહિલાએ કર્મચારીને માર્યો ઢોર માર
Last Updated: 03:15 PM, 14 April 2025
હાપુડના છિજારસી ટોલ પ્લાઝા પર એક હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો જ્યારે એક કારમાં સવાર મહિલા અને ટોલ કર્મચારીઓ વચ્ચે નાની તકરાર બાદ મારપીટ થઈ ગઈ. ફાસ્ટેગને લઈને શરૂ થયેલો વિવાદ એટલો વધી ગયો કે મહિલા ટોલ બૂથમાં ઘૂસી ગઈ અને ટોલ કર્મચારીને જોરદાર થપ્પડ મારી દીધા. આ પછી, ટોલ કર્મચારીઓએ પણ મહિલા સાથે કારમાં બેઠેલા બે યુવાનો સાથે મારપીટ કરી દીધી. આ સમગ્ર ઘટના ટોલ પ્લાઝા પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.
ADVERTISEMENT
Woman went inside the toll plaza and beat the worker there.
— ︎ ︎venom (@venom1s) April 14, 2025
Since she's a woman, she won't face any punishment.
Women have become too empowered in this country. pic.twitter.com/Ir96lRDy1s
આ ઘટના રવિવારે મોડી સાંજે બની હોવાનું જણાવાઈ રહ્યું છે. મુરાદાબાદથી નોઈડા જઈ રહેલી એક કાર દિલ્હી-લખનૌ હાઇવે (NH-9) પર પિલખુવા ખાતે છિજારસી ટોલ પ્લાઝા પર પહોંચી. કહેવામાં આવી રહ્યું છે કે કારમાં બે મહિલાઓ અને બે પુરુષો હતા. ટોલ પ્લાઝાના સ્કેનિંગ મશીનમાં ફાસ્ટેગને બ્લેકલિસ્ટેડ બતાવવામાં આવ્યું, જેના પર ટોલ કર્મચારીઓએ ટોલ ફી સાથે દંડ ભરવા કહ્યું. આ બાબતે બંને પક્ષો વચ્ચે દલીલ શરૂ થઈ ગઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારમાં બેઠેલી મહિલા એ વાતે ગુસ્સે થઈ ગઈ કે ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કેમ કરવામાં આવ્યું અને તેની પાસેથી દંડ કેમ માંગવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
મહિલાએ ટોલ કર્મચારીને થપ્પડ મારી
ગુસ્સે ભરાયેલી મહિલા ટોલ બૂથ કેબિનમાં ઘૂસી ગઈ અને ત્યાં હાજર ટોલ કર્મચારી પર હાથ ઉપાડી દીધો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા ટોલ કર્મચારીને સતત થપ્પડ મારી રહી છે. ત્યારે નજીકમાં ઉભેલ અન્ય એક ટોલ કર્મચારી હાથ જોડીને મહિલાને શાંત કરવાનો પ્રયાસ કરતો દેખાયો, પરંતુ મહિલાનો ગુસ્સો શાંત ન થયો.
ADVERTISEMENT
Is this women’s empowerment?
— Mohit Suryavanshi (@IMAntiSecular) April 14, 2025
Slapping a toll worker knowing Indian laws shield her?
Car at Chijarsi Toll Plaza flagged for blacklisted FASTag, Woman slaps toll worker over fine dispute, sparking brawl.
CCTV captures it all.
Violence isn’t feminism, it’s chaos. pic.twitter.com/toQv09DFZz
હોબાળો વધ્યો, તો ટોલ કર્મચારીઓ પણ બન્યા આક્રમક
ADVERTISEMENT
મહિલાએ ટોલ કર્મચારી પર હુમલો કર્યા બાદ ટોલ પ્લાઝા પર હાજર અન્ય કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. મામલો વધુ વકર્યો અને ટોલ કામદારો પણ હિંસક થઈ ગયા. માહિતી અનુસાર, ટોલ કર્મચારીઓએ પણ કારમાં બેઠેલા બે યુવકો સાથે મારપીટ કરી. નવાઈની વાત એ હતી કે આ સમગ્ર ઘટના દરમિયાન ત્યાં ઉભેલી પોલીસ મૂક પ્રેક્ષક બની રહી અને ઝઘડો શાંત કરવાનો કોઈ પ્રયાસ કર્યો નહીં.
આ પણ વાંચો: અલ્યા આ જમાઇ તો જબર્યો ચાલુ નીકળ્યો! સાસુ પહેલા પણ એક મહિલા સાથે ભાગી ચૂકેલો
ADVERTISEMENT
ટોલ મેનેજમેન્ટે ફરિયાદ નોંધાવી, પોલીસે તપાસ શરૂ કરી
આ ઘટના બાદ ટોલ મેનેજમેન્ટે પિલખુવા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલાની ફરિયાદ નોંધાવી છે. ટોલ મેનેજરે જણાવ્યું કે ટોલ કર્મચારીને મારામારીમાં ઈજા થઈ છે અને કારમાં બેઠેલી મહિલા સહિત યુવકો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. પોલીસે વીડિયો ફૂટેજ કબજે લીધા છે અને કેસની તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે બંને પક્ષોના નિવેદનો નોંધવામાં આવશે અને જે પણ દોષિત સાબિત થશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.