બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Asia cup Final માં 41 વર્ષ પછી પહેલીવાર ભારત અને પાકિસ્તાનની ટક્કર, ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ
Last Updated: 07:03 AM, 28 September 2025
એશિયા કપ 2025 ની ફાઇનલ મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટના 41 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ભારત અને પાકિસ્તાન એશિયા કપ ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. ભારત અને પાકિસ્તાનની ટીમો હવે એશિયા કપમાં ત્રીજી વખત આમને-સામને થશે. આ બંને ટીમો વચ્ચે લીગ સ્ટેજમાં 14 સપ્ટેમ્બરના રોજ પહેલી મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. બીજી વખત એશિયા કપ સુપર ફોરમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને થયા હતા. આ મેચમાં ભારતે ફરીએકવાર પાકિસ્તાનને હરાવ્યું હતું. જેમાં ટીમ ઈન્ડિયા 6 વિકેટથી જીતી ગઈ. હવે, આ બંને ટીમો એશિયા કપ 2025 ના ફાઇનલમાં આ ટુર્નામેન્ટમાં ત્રીજી વખત આમને-સામને થશે.
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધીમાં 8 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. પાકિસ્તાને 2 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. પરંતુ આ બંને દેશો ક્યારેય ફાઇનલ મેચમાં ટકરાયા નથી. આ વખતે ભારત સૂર્યકુમાર યાદવના કેપ્ટનશીપ હેઠળ ફાઇનલમાં પહોંચ્યું છે અને પાકિસ્તાન સલમાન અલી આગાના કેપ્ટનશીપ હેઠળ ફાઇનલમાં પહોંચ્યું છે. હવે બંને ટીમો વચ્ચે આ ટુર્નામેન્ટની ટાઇટલ ટક્કર આજે જોવા મળશે
ભારતે બાંગ્લાદેશને હરાવીને એશિયા કપ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. સુપર ફોરની બંને મેચ જીતીને ટીમ ઇન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. દરમિયાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ, જે દરેકના 2-2 પોઈન્ટ હતા, ફાઇનલમાં પહોંચવા માટે નોકઆઉટ મેચમાં આમને-સામને થયા. આ મેચ ગુરુવાર, 25 સપ્ટેમ્બરના રોજ રમાઈ હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ એશિયા કપની ફાઈનલ મેચમાં વરસાદ પડે, તો ટ્રોફી કોને મળશે? જાણો નિયમો
બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બાંગ્લાદેશના બોલરોએ પાકિસ્તાનની કમર તોડી નાખી, તેમના ટોચના ક્રમના બેટ્સમેનોને ઝડપથી આઉટ કર્યા. તેમ છતાં, પાકિસ્તાને બાંગ્લાદેશ માટે 136 રનનો લક્ષ્યાંક રાખ્યો. જોકે, એક રોમાંચક મેચમાં, પાકિસ્તાને બાંગ્લાદેશને 11 રનથી હરાવ્યું અને ફાઇનલમાં સ્થાન મેળવ્યું. ફાઇનલ હવે 28 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.