બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs SA: Team India win the 2nd Test by an innings & 137 runs

જીત / ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને એક ઇનિંગ અને 137 રનથી હરાવ્યુ, સીરિઝમાં 2-0થી આગળ

Juhi

Last Updated: 04:00 PM, 13 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને પૂનામાં રમાયેલી બીજી ટેસ્ટમાં એક ઇનિંગ અને 137 રનથી માત આપી અને આ જીતની સાથે ટીમ ઇન્ડિયા 3 મેચમી સીરિઝમાં 2-0થી આગળ છે.

  • ટીમ ઇન્ડિયાના નામે થઇ ફ્રીડમ ટ્રોફી, સીરિઝમાં 2-0થી આગળ 
  • રાંચીમાં 19  ઓક્ટોબરથી રમાશે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ

મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘ (MCA)  સ્ડેડિયમમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને બીજી ટેસ્ટમાં ઇનિંગ અને 137 રનથી હરાવી દીધુ. મેજબાન ટીમે પોતાની પહેલા ઇનિંગમાં પાંચ વિકેટ નુકસાન પર 601 રન કરીને ઇનિંગ ડિક્લેર કરી. વિરાટ કોહલીએ 254* રન કર્યા હતા, જયારે મયંક અગ્રવાલે 108 અને જાડેજાએ 91 રનનું યોગદાન આપ્યું હતું.

ટાર્ગેટ પૂરો કરવા માટે આવેલી  સાઉથ આફ્રિકાની ટીમે પહેલી ઇનિંગમાં 105.4 ઑવર્સમાં તમામ વિકેટ ગુમાવીને 275 રનમાં ઑલઆઉટ થઇ. આ પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાને ફૉલોઓન રમાડવું નક્કી કર્યુ. સાઉથ આફ્રિકાએ ચોથા દિવસની ઇનિંગની શરૂઆત કરી અને 67.2 ઑવર્સમાં 189 રન પર ઑલઆઉટ થઇ ગઇ. ટીમ ઇન્ડિયા માટે ઉમેશ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધી, જ્યારે ઇશાંત શર્મા અને મોહમ્મદ શમીએ 1-1 વિકેટ પોતાના નામે કરી. આ જીતની સાથે ટીમ ઇન્ડિયા 3 મેચમી સીરિઝમાં 2-0થી આગળ છે. સીરિઝની અંતિમ ટેસ્ટ 19 ઓક્ટોબરના રોજ રાંચી ખાતે રમાશે. 

 

 

આ ટેસ્ટ મેચ જીતીને ટીમ ઇન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 200 પૉઇન્ટની સાથે પહેલા સ્થાન પર છે. જ્યારે બીજા સ્થાન પર ન્યૂઝીલેન્ડ, ત્રીજા પર શ્રીલંકા, ચોથા પર ઓસ્ટ્રેલિયા અને પાંચમાં પર ઇંગ્લેન્ડની ટીમ છે. આ પહેલા ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 2 મેચની ટેસ્ટ સીરિઝમાં 2-0થી માત આપી હતી. પૂના ટેસ્ટમાં વિરાટ સેનાએ વિશાખાપટ્ટનમમાં પણ સાઉથ આફ્રિકાની ટીમને માત આપી. અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિશનશિપમાં જેટલી પણ ટેસ્ટ સીરિઝ રમાઇ છે, તેમાં માત્ર ટીમ ઇન્ડિયાએ જ સીરિઝની તમામ મેચ જીતી છે.

શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ 2 મેચની સીરિઝ 1-1થી બરાબર જીતી હતી અને તેમના પ્રત્યેક 60 પૉઇન્ટ છે, જ્યારે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પાંચ મેચની એશિઝ સીરિઝ 2-2થી બરાબર જીત્યા હતા. બંને ટીમે 56-56 પૉઇન્ટ છે. ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ઘ બંને મેચ જીતી અને સાઉથ આફ્રિકા વિરુદ્ઘ સીરિઝની પહેલી અને બીજી મેચમાં જીત મેળવી.

આ સાથે જ ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો છે. ટીમ ઇન્ડિયાએ ઘરેલૂ જમીન પર સતત 11 ટેસ્ટ સીરિઝ જીતે નવો રેકોર્ડ બનાવી દીધો છે. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનો 10 ટેસ્ટ સીરિઝ જીતવાનો રેકોર્ડ તોડી દીધો છે. ટીમ ઇન્ડિયાએ 2013 થી અત્યાર સુધી ધોની- વિરાટ અને રહાણેની કેપ્ટન્સીમાં સતત 11 ટેસ્ટ સીરિઝ જીતી છે.

આ સિવાય કેપ્ટન વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ પણ તોડી દીધો છે. વિરાટે એત્યાર સુધી ટેસ્ટમાં કેપ્ટન તરીકે સૌથી વધારે સીરિઝ જીતનારો ભારતીય કેપ્ટન બની રહ્યો છે. વિરાટે પોતાની કેપ્ટન્સીમાં 13મી સીરિઝ જીતી છે ધોનીએ 12 અને સૌરવ ગાંગુલીએ 9 સીરિઝમાં જીત મેળવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ