બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અજબ ગજબ / income tax raid Boudh Distilleries In Odisha and collected cash over 150 crore rupees
ADVERTISEMENT
આયકર વિભાગે બુધવારે ઓડિશા અને ઝારખંડમાં બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડ સાથે સંકળાયેલા સ્થળો પર રેડ પાડી હતી જેમાં ભારી માત્રામાં કેશ મળી આવ્યાં છે. ટેક્સ વિભાગનાં અધિકારીઓ અનુસાર ઓડિશાનાં બોલાંગીર- સંબલપુર અને ઝારખંડનાં લોહરદગા અને રાંચીમાં છાપેમારી ચાલુ છે. બુધવાર સુધી 50 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે પણ નોટોની સંખ્યા એટલી વધારે છે કે મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.
Income Tax (I-T) Department conducted raids at Boudh Distilleries Private Limited in Odisha and Jharkhand and recovered huge cache of currency notes from the premises linked to the company till yesterday. According to officials searches are going at Bolangir & Sambalpur in Odisha… pic.twitter.com/A5SWUdDNUm
— ANI (@ANI) December 7, 2023
ADVERTISEMENT
4 કંપનીઓ 6 બિઝનેસ
કંપનીની વેબસાઈટ અનુસાર ગ્રુપનો હેડક્વાર્ટર ઓડિશામાં છે અને તેની ચાર કંપનીઓ છે જે કુલ 6 બિઝનેસ ચલાવે છે. આ ગ્રુપ સમગ્ર ઓડિશામાં કામ કરે છે. કંપનીઓમાં બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડ, બલદેવ સાહૂ ઈંફ્રા પ્રાઈવેટ લિમિટેડ , ક્વાલિટી બોટલર્સ પ્રાઈવેટ લિમિટેડ અને કિશોર પ્રસાદ વિજય પ્રસાદ બેવરેજિઝ પ્રાઈવેટ લિમિટેડ સામેલ છે.
ADVERTISEMENT
150 કરોડ રૂપિયાની રોકડ
ટેક્સ ચોરીનાં આરોપોને લઈને ટેક્સ વિભાગે કંપનીઓની ઓફિસોમાં રેડ પાડવામાં આવી છે. મીડિયા રિપોર્ટસ્ અનુસાર જ્યારથી રેડ શરૂ થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી 2 દિવસની અંદર 150 કરોડ રૂપિયાનાં કેશ મળી આવ્યાં છે. રિપોર્ટસ્ અનુસાર બલદેવ સાહૂ અન્ડ ગ્રુપ ઓફ કંપનીઝની બોલનગરી ઓફિસ પર રેડ દરમિયાન ભારી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી છે જે વેસ્ટર્ન ઓડિશામાં સૌથી મોટી દેશી દારુ બનાવતી ફર્મમાંની એક છે. બુધવારે કંપનીની સહયોગી કંપની બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડનાં સ્થળો પર પણ ITની રેડ પડી હતી.
વેપારીઓ રફૂ ચક્કર થયાં
આ સિવાય વેપારીઓનાં ઘરે પણ છાપેમારી કરવામાં આવી જેમાં પણ મોટી માત્રામાં કેશ મળી આવ્યાં છે. આ રેડથી મળી આવેલ રોકડને બુધવારે રાત્રે બોલાંગીરમાં ભારતીય સ્ટેટ બેંકની શાખામાં જમા કરવામાં આવી છે. તપાસ એજન્સી અનુસાર ટિટલાગઢમાં દીપક સાહૂ અને સંજય સાહૂનાં આવાસ પર પણ રેડ નાખવામાં આવી હતી પણ જેવી રેડની ટિપ મળી, બંને દારુનાં વેપારીઓ શહેર છોડીને રફૂ ચક્કર થઈ ગયાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.