બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / In Antagarh of Kanker district a girl who had a love marriage was forcibly married

ચોંકાવનારૂ / આજથી તું મારી બેન', સુહાગરાતે પત્નીએ કરી એવી વાત કે પતિનું પીગળી ગયું દિલ, અજીબ કેસ સામે આવ્યો

Published By: Mahadev Dave

Last Updated: 10:39 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાંકેર જિલ્લાના અંતાગઢમાં પ્રેમ લગ્ન કરી લેનાર યુવતીને શોધીને તેના પરિવારજનો અન્ય જગ્યાએ બળજબરીથી લગ્ન કરાવી દીધાના આરોપ લાગી રહ્યા છે.

  • છત્તીસગઢના કાંકેરમાં બળજબરીથી લગ્નનો વિચિત્ર કિસ્સો 
  • તાન્યા શર્માએ તેના ટ્વિટર પેજ પર લખ્યું - હું ભણવા માંગુ છું
  •  મને લગ્ન કરવા દબાણ કરવામાં આવ્યું. મારે જીવવું છે મને બચાવો

રાજસ્થાનના બાલાસર જિલ્લામાં વસતી તરુણા ઉર્ફે તાન્યા શર્મા શાળામાં ટીચર તરીકે ફરજ બજાવતી હતી. જેને પાડોશી સુરેન્દ્ર સાંખલા સાથે પ્રેમ હતો. આ દરમિયાન બનેએ કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ ભાગીને લગ્ન કરી લેવાનું નકકી કર્યું હતું અને જાન્યુઆરી 2023માં બંનેએ ઘરેથી ભાગીને કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. જે મામલે તાન્યાના પરિવારજનોને જાણ થતા તે ચોંકી ઉઠ્યા હતા અને તેણીના પિતાને આ સંબંધ મંજૂર ન હોવાથી 10 દિવસની શોધખોળ બાદ બન્ને મળી આવ્યા હતા. જેને ઘરે લઈ ગયા બાદ તાન્યાના લગ્ન કાંકેર અંતાગઢના રહેવાસી જીતેન્દ્ર જોશી સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. યુવતીના જણાવ્યા અનુસાર પહેલા પણ પરિવારે તેની સગાઈ રાજસ્થાનના યુવક સાથે કરાવી હતી. પણ તે ગુનેગાર નીકળ્યો એટલે સંબંધ પૂરો કરી નાખ્યો હતો. બાદમાં 1 મેના રોજ અંતાગઢમાં તેના લગ્ન થયા હતા. 

સુહાગરાત પહેલા વર્જિનિટી ટેસ્ટમાં ફેલ થઈ દુલ્હન, સાસરિયાવાળાઓએ મારપીટ કરી  કાઢી મુકી | rape victim virginity test in laws malpractice society bride  suhagraat bhilwara

ક્યારેક બહેન તો ક્યારેક આંટી કહેવાનું શરૂ કર્યું
બાદમાં કાંકરના સખી સેન્ટરમાં તાન્યાને રાખવામાં આવી હતી. આ સ્થિતિ વચ્ચે 11 જૂને અંતાગઢ નિવાસી પતિ તાન્યાને તેની સાથે લઈ જવા માટે આવ્યો હતો. જોકે તાન્યાએ તેની સાથે જવાની ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી હતી. યુવતીએ પોલીસની પૂછપરછમાં એવો દાવો કર્યો કે જ્યારે તેણે તેના બીજા પતિને તેના લવ મેરેજ વિશે જણાવ્યું તો તે અનોખા લફરાં કરવા લાગ્યો હતો. તેને ક્યારેક બહેન તો ક્યારેક આંટી કહેવાનું શરૂ કર્યું હતું. 

સામે પક્ષે જિતેન્દ્ર જોષીએ જણાવ્યું કે તરુણા તેને બ્લેકમેલ કરતી હતી. અવનવી હરકત કરતી હોવાથી ડરીને પત્નીને પોતાની બહેન સમજીને તેણે રાખડી બાંધી હતી. અંતે પોતાને ફસાવી દેવામાં આવ્યો અને જીવન બરબાદ થઈ ગયું હોવાનો અંતમાં જીતેન્દ્રએ દાવો કર્યો હતો. સાથે જ યુવતીના પ્રથમ પ્રેમ સુરેન્દ્ર સાંખલાએ કહ્યું કે તરુણા તેનો પહેલો પ્રેમ છે. તેઓ બાળપણથી જ સાથે રમ્યા અને મોટા થયા. બંનેએ કાયદેસર રીતે લગ્ન કરી લીધા છે. છત્તીસગઢમાં આ કથિત બળજબરીથી લગ્નનો એક વિચિત્ર કિસ્સો ચારેકોર ગાજી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Antagarh Kanker અંતાગઢ આરોપ બળજબરીથી લગ્ન marriage life

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ