બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / વિશ્વ / Imran Khan Lashes Out On India Over Citizenship Bill

નિવેદન / નાગરિકતા સંશોધન બિલને લઇ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું, ઇમરાને કહ્યું કે...

Kavan

Last Updated: 04:11 PM, 10 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાને ભારતના નાગરિકતા સંશોધન બિલને 'પક્ષપાતી' ગણાવ્યું હતું અને તેને નવી દિલ્હીનું પડોશી દેશોની બાબતોમાં 'દખલ' કરવાના 'દૂષિત ઇરાદા' વાળું પણ ગણાવેલ હતા. તે જ સમયે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ફરીથી આ બિલને આરએસએસના 'હિન્દુ રાષ્ટ્ર' ના ખ્યાલનું એક પગલું ગણાવ્યું હતું.

  • નાગરિકતા સંશોધન બિલને લઇ પાકિસ્તાન ગિન્નાયું
  • પડોશી દેશમાં દખલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે ભારત : પાકિસ્તાન 
  • ઇમરાન ખાને ટ્વીટ કરી નોંધાવ્યો વિરોધ

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે મધ્યરાત્રિ બાદ એક નિવેદન જાહેર કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું કે, અમે આ બિલની નિંદા કરીએ છીએ. તે ભેદભાવવાળું છે અને તમામ સંબંધ આંતરરાષ્ટ્રીય સંધિઓ અને માનદંડોનું ઉલ્લંઘન કરે છે. 

પાકિસ્તાને આ બિલનો કર્યો અસ્વીકાર 

આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ બિલ એ ક્ષેત્રમાં કટ્ટરવાદી 'હિન્દુત્વની વિચારધારા અને પ્રબળ વર્ગની આકાંક્ષાઓ' નું સંયોજન છે અને ધર્મના આધારે પડોશી દેશોની આંતરિક બાબતોમાં દખલ કરવાનો ઇરાદો સ્પષ્ટ છે. પાકિસ્તાને તેનો સંપૂર્ણ અસ્વીકાર કરે છે. તેમાં ઉમેર્યું હતું કે, "ભારતનો દાવો પણ ખોટો છે કે તે પોતાને લઘુમતીઓનું ઘર ગણાવ્યું છે જેઓ પડોશી દેશોમાં કથિત રીતે સતાવણીનો સામનો કરી રહ્યા છે."

No fees for kartarpur corridor pilgrimages says pakistan pm imran khan

હિંદુ રાષ્ટ્ર' ના ખ્યાલને સાકાર કરવા તરફનું એક મોટું પગલું છે ખરડો 

નિવેદનમાં વધુ કહેવામાં આવ્યું છે કે, "લોકસભામાં લાવવામાં આવેલ આ બિલ પાકિસ્તાન અને ભારત વચ્ચે બંને દેશોના લઘુમતીઓના રક્ષણ અને હક અંગેના કરાર સહિતના વિવિધ દ્વિપક્ષીય કરાર સાથે સંપૂર્ણપણે વિરોધાભાસી છે". 

વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલ આ બિલ 'હિંદુ રાષ્ટ્ર' ના ખ્યાલને સાકાર કરવા તરફનું એક મોટું પગલું છે, જે ઘણા દાયકાઓથી દક્ષિણપંથી હિન્દુ નેતાઓ દ્વારા પોષણ કરવામાં આવે છે.

ઇમરાન ખાને કર્યું ટ્વીટ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને આજે ટ્વીટ કર્યું હતું કે, 'અમે ભારતીય લોકસભા દ્વારા નાગરિકત્વ બિલ પાસ થયાની નિંદા કરીએ છીએ. આ બિલ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદાઓ અને પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય કરારનું ઉલ્લંઘન છે. આ RSSની 'હિન્દુ રાષ્ટ્ર' ની કલ્પનાનો એક ભાગ છે અને ફાશીવાદી મોદી સરકારના પ્રપંચને ઉજાગર કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ