બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:59 PM, 27 October 2025
અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા આશરે 50 ભારતીય ઇમિગ્રન્ટ્સનું એક જૂથ તાજેતરમાં દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યું હતું. આ ઇમિગ્રન્ટ્સે સારા જીવનની શોધમાં લાખો રૂપિયા ખર્ચ્યા હતા. જેમાંથી અનેક લોકોએ પ્લોટ વેચીને અને લોન લઈને પૈસા એકત્ર કર્યા હતા. તેઓ ડન્કી રૂટ દ્વારા અમેરિકા પહોંચ્યા હતા. જ્યાં ઘણાને યુએસ અધિકારીઓએ પકડીને ભારત પાછા મોકલી દીધા (ડિપોર્ટ) હતા.
ADVERTISEMENT
પગ સોજીને દડો થઇ ગયા છે
પોતાના અનુભવ શેર કરતા એક વ્યક્તિએ જણાવ્યું કે, "મારા પગ સૂજી ગયા છે, મને 25 કલાક સુધી સાંકળોમાં બાંધી રાખવામાં આવ્યો હતો" 45 વર્ષીય હરજીત સિંહે કહ્યું, જે હાલમાં અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા ભારતીયોના જૂથમાંનો તે એક હતો. હરજીત સિંહે કહ્યું કે તેમણે સારા જીવનની શોધમાં અમેરિકા જવા માટે આશરે 35 લાખ રૂપિયા ખર્ચ્યા હતા, પરંતુ હવે તેમના બધા સપના ચકનાચૂર થઈ ગયા છે.
ADVERTISEMENT
50 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા આશરે 50 લોકોના જૂથમાં હરિયાણાના કૈથલ, કરનાલ, કુરુક્ષેત્ર, અંબાલા, યમુનાનગર, જીંદ અને પાણીપત જિલ્લાના લોકોનો સમાવેશ થાય છે. તેમને લઈ જતું વિમાન શનિવારે મોડી રાત્રે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું હતું.
ADVERTISEMENT
લાખો રૂપિયાનું દેવું કરી અમેરિકા પહોંચ્યા
જે પૈકી મોટાભાગના 25 થી 40 વર્ષની વયના છે. તેઓએ સમજાવ્યું કે, તેઓએ સારા ભવિષ્યની શોધમાં લાખો રૂપિયા ખર્ચ્યા છે. જમીનના પ્લોટ વેચીને, સંબંધીઓ પાસેથી લોન લઈને અને તેમની બચત ખતમ કરી દીધી છે. આમાંના મોટાભાગના લોકો "ડંકી રૂટ" (એક ખતરનાક ગેરકાયદેસર માર્ગ) દ્વારા અમેરિકા પહોંચ્યા હતા. પાછા ફર્યા પછી, તેમને તેમના સંબંધિત જિલ્લામાં લઈ જવામાં આવ્યા અને તેમના પરિવારોને સોંપવામાં આવ્યા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારે વરસાદથી ડેમોમાં આવ્યા નવા નીર, આ ગામોને સાવચેત રહેવા સૂચના
"ટ્રમ્પે અમને પાછા મોકલી દીધા"
ADVERTISEMENT
અંબાલા જિલ્લાના જાગોલી ગામના હરજીત સિંહે કહ્યું, "મેં અમેરિકા જવા માટે 35 લાખ રૂપિયા ખર્ચ્યા. ત્યાં, મેં રસોઈ શીખી અને ફ્લોરિડાના જેક્સનવિલેમાં કામ કરતો હતો. કામ સારું ચાલી રહ્યું હતું, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રે મને પકડીને પાછો મોકલી દીધો." તેણે કહ્યું, "હું ખૂબ જ નારાજ છું. મારી બધી મહેનત અને પૈસા વ્યર્થ ગયા છે."
ખેતર વેચ્યું
ADVERTISEMENT
હરજીતે સમજાવ્યું કે તેણે ખેતી કરીને આ પૈસા કમાયા હતા. તેણે કહ્યું, "મને અમેરિકા ગમ્યું, તે એક સારો દેશ છે, પરંતુ ટ્રમ્પે અમને પાછા મોકલી દીધા. ઘણા ભારતીયોને દેશનિકાલ કરવામાં આવ્યા છે." તેના સોજાવાળા પગ બતાવતા હરજીતે કહ્યું, "મને 25 કલાક સુધી સાંકળોમાં બાંધીને રાખવામાં આવ્યો હતો. આવું ન થવું જોઈતું હતું." તેમણે કેન્દ્ર સરકારને તેમના પરિવાર માટે મદદ માટે પણ અપીલ કરી.
એજન્ટને 57 લાખ રૂપિયા ચૂકવ્યા
બીજા એક પીડિત હરીશ (કલસી ગામ, કરનાલ) એ કહ્યું કે તે ગયા વર્ષે ઓગસ્ટમાં અમેરિકા ગયો હતો. તે 2023માં વર્ક પરમિટ પર કેનેડા ગયો હતો, જ્યાંથી તે અમેરિકા પહોંચ્યો અને એક સ્ટોરમાં કામ કરવાનું શરૂ કર્યું. ફેબ્રુઆરીમાં યુએસ અધિકારીઓ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. કૈથલના નરેશ કુમારે જણાવ્યું હતું કે, એક એજન્ટે તેમને 42 લાખ રૂપિયામાં અમેરિકા મોકલવાનું વચન આપ્યું હતું, પરંતુ તેમણે 57 લાખ રૂપિયા ખર્ચ કર્યા.
કાયદેસર રીતે જ જવું જોઇએ
નરેશે કહ્યું, "પહેલા, મેં એક એકર જમીન વેચી અને 42 લાખ રૂપિયા ચૂકવ્યા, પછી 6,૦૦,૦૦૦ રૂપિયા વ્યાજ પર લીધા. મારા ભાઈએ પણ જમીનનો ટુકડો વેચીને 65 લાખ રૂપિયા એકઠા કર્યા, અને એક સંબંધીએ 285 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું. કુલ ખર્ચ 57 લાખ રૂપિયા હતો." નરેશે સ્વીકાર્યું કે "ડન્કી માર્ગ" દ્વારા અમેરિકા પહોંચવામાં તેને બે મહિના લાગ્યા, અને ભારત દેશનિકાલ થતાં પહેલાં તેણે 14 મહિના જેલમાં વિતાવ્યા. તેણે કહ્યું, 'હવે હું કોઈને આ રસ્તો અપનાવવાની સલાહ આપીશ નહીં.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.