ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / if you have this 1913 old coin of 1 rupee then you will get 25 lakh rupees

OMG / 1 રૂપિયાનો આ જૂનો સિક્કો તમારી પાસે હશે તો મળશે 25 લાખ રૂપિયા, કરવું પડશે આ કામ

Published By: Noor

Last Updated: 04:12 PM, 13 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં પૈસા કમાવવા માટે લોકો શું નથી કરતા. સખત મહેનત કરવા છતાં લોકો માંડ પોતાની જરૂરિયાત પૂરી કરી શકે છે પણ સપનાઓ તો અધૂરા જ રહી જાય છે. આ સપનાઓ પૂરા કરવા માટે ઈન્કમ સારી હોવી જોઈએ. જેથી અમે આજે તમને એક એવી રીત જણાવી રહ્યાં છે જેમાં તમારે કંઈ કરવું નહીં પડે, બસ 1 રૂપિયાનો એક ખાસ સિક્કો તમારી પાસે હોવો જોઈએ. જેના બદલે તમને 25 લાખની તગડી રકમ મળશે. આ સિક્કો આજનો નહીં પરંતુ 100 વર્ષ જૂનો છે. પણ જો એ તમને મળી ગયો તો તમને અમીર બનતા કોઈ રોકી નહીં શકે. ચાલો જાણીએ ડીટેલ.

ADVERTISEMENT

  • અમીર બનવાનો આ છે શોર્ટકટ રસ્તો
  • 1 રૂપિયાનો આ જૂનો સિક્કો તમને કરી દેશે માલામાલ
  • એક રૂપિયાના બદલે મળશે 25 લાખ રૂપિયા

તમે વિચારતા હશો કે 1 રૂપિયાનો સિક્કો આખરે કેવી રીતે વેચી શકાય. હકીકતમાં દુનિયામાં ઘણા લોકોને જૂની (પ્રાચીન) વસ્તુઓ પોતાની પાસે રાખવાનો ક્રેઝ હોય છે. જેમાં જૂના સિક્કાઓ પણ સામેલ છે. આ જૂની પ્રાચીન વસ્તુઓની પણ હરાજી કરવામાં આવે છે જેમાં લોકો આ વસ્તુઓ ઊંચા ભાવે ખરીદે છે. આવી વસ્તુઓ તમારું ભાગ્ય ખોલી શકે છે. 

કેવો છે આ સિક્કો

હકીકતમાં ભારતમાં અગાઉ સોના અને ચાંદીના સિક્કાનું ખૂબ જ ચલણ હતું. એમાંથી જ એક સિક્કો ઈ.સ 1913નો છે. આ સિક્કો સરકારી છે અને તેને સરકાર જ બનાવે છે. 1913માં બનેલા આ સિક્કો ચાંદીમાંથી તૈયાર કરવામાં આવતો હતો. આ સિક્કો વિક્ટોરિયન કેટેગરીમાં સામેલ હોવાને કારણે તેની આટલી ડિમાન્ડ છે. આ સિક્કો બહુ જ દુર્લભ થઈ ગયો છે. એન્ટીક સિક્કા રાખનારા લોકો તેની શોધમાં રહે છે. જો તમારી પાસે આ સિક્કો છે તો જાણો કઈ રીતે વેચવો. 

ઘેર બેઠા વેચાશે સિક્કો

આ સિક્કો વેચવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ સિક્કો ઈન્ડિયામાર્ટની વેબસાઈટ પર વેચી શકાશે. તેના માટે આ વેબસાઈટ પર જઈ ત્યાં એકાઉન્ટ બનાવી રજિસ્ટ્રેશન કરો. પછી તમારી પાસે રહેલાં આ સિક્કાની તસવીર સાઈટ પર અપલોડ કરો. સાથે જ તેને સેલિંગ માટે નાખી દો. ઘણાં લોકોએ ઈન્ડિયામાર્ટ પર એન્ટીક સિક્કાઓ સેલિંગ માટે રાખ્યા છે. જે લોકો જૂના સિક્કા ખરીદવા માંગે છે તેઓ અહીંથી ખરીદી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

1 rupee 25 lakh rupees old coin OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ