બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ICCના ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેચ રેફરી બનવું કાઈ સહેલું નથી, પણ પરીક્ષા પાસ કરી તો મળે છે તગડો પગાર

સ્પોર્ટ્સ / ICCના ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેચ રેફરી બનવું કાઈ સહેલું નથી, પણ પરીક્ષા પાસ કરી તો મળે છે તગડો પગાર

Nirav Kumar

Last Updated: 04:49 PM, 21 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટ મેચમાં અમ્પાયરનું મહત્વ ખૂબ વધારે હોય છે. તેમનો એક ખોટો નિર્ણય મેચનું પરિણામ પલટી શકે છે. પણ શું તમે જાણો છો કે, અમ્પાયરની આવક કેટલી હોય છે? અને તેમાં સિલેક્ટ થવા કઈ પરીક્ષા હોય છે?

ક્રિકેટની રમતમાં અમ્પાયરની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે. જેમાં એમ્પાયરે નિષ્પક્ષ રહી મેચમાં અમ્પાયરિંગ કરવાનું હોય છે. ક્રિકેટ ફેન્સમાં સાયમન ટફલ, બિલી બાઉ઼ડન નામના અમ્પાયરનો ક્રેઝ ખૂબ જોવા મળતો. આ લોકોએ પોતાની અમ્પાયરિંગથી ખૂબ નામના મેળવી હતી. તમે પણ અમ્પાયરિંગના ક્ષેત્રમાં કરિયર બનાવી શકો છો. આજે અમે તમને અમ્પાયરની ડિમાન્ડ અને તેમાં કેવી રીતે સિલેક્ટ થવું તે જણાવીશું.

ક્રિકેટનો ક્રેઝ વિશ્વભરમાં સતત વધી રહ્યો છે. ઇન્ટરનેશનલ મેચો સિવાય દરેક દેશે પોતાની T20 લીગ શરૂ કરી છે, જેનું લેવલ પણ કોઈ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટથી કમ નથી. IPL જેવી લીગ ક્રિકેટને વધુ રોમાંચક અને લોકપ્રિય બનાવી છે. આથી અમ્પાયરની ડિમાન્ડ પણ વધી છે.

  • અમ્પાયરિંગ શા માટે ખાસ ?

આપણે ક્રિકેટ મેચમાં અમ્પાયરને આઉટ અથવા નોટ આઉટ કરતા જોઈએ છીએ પરંતુ અમ્પાયરનું કામ ખૂબ પડકારજનક હોય છે. તેઓ પર મેચને નિષ્પક્ષ રીતે રમાડવાની જવાબદારી હોય છે. જેમાં તેમનો એક નિર્ણય મેચનું પરિણામ બદલી શકે છે.

  • અમ્પાયર કેટલી કરે છે કમાણી ?

જો ઇન્ટરનેશનલ લેવલે અમ્પાયરિંગ કરવામાં આવે છે તો પગાર સારો એવો મળે છે. ICC ODI મેચ માટે એક અમ્પાયર આશરે 225,000 રૂપિયા કમાય છે. ટેસ્ટ મેચ માટે આ ફી 300,000 રૂપિયા થી વધુ હોય છે. સાથે તેમને વિવિધ ભથ્થાં પણ અપાય છે.

જો કોઈ અમ્પાયરે ICC સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હોય તો તેમની વાર્ષિક આવક 60 લાખથી 1.5 કરોડ રૂપિયા સુધીની હોઈ શકે છે. ભારતમાં BCCI અમ્પાયરને પ્રતિ મેચ લગભગ 40,000 રૂપિયા આપે છે. મતલબ કે અનુભવ અને લેવલ વધવાની સાથે કમાણી પણ વધે છે.

  • કેવી રીતે બનવું ક્રિકેટ અમ્પાયર?

ક્રિકેટ અમ્પાયર બનવા માટે તમારે સારા પ્લેયર હોવાની જરૂર નથી તમારી પાસે ક્રિકેટના નિયમોનું સંપૂર્ણ નાલેજ હોવું જોઈએ. સાથે તમારી પાસે તેજ દિમાગ, ઝડપી નિર્ણયો લેવાની ક્ષમતા અને સ્પષ્ટ બોલવાની કળા પણ હોવી જોઈએ. એમ્પાયરોને લાંબા સમય સુધી મેદાન પર ઊભા રહેવું પડતુ હોય છે આથી શારીરિક તંદુરસ્તી ખૂબ જ જરૂરી છે.

અમ્પાયર બનવા માટે પહેલા રાજ્ય લેવલની પરીક્ષાઓ પાસ કરવાની હોય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વાર્ષિક ધોરણે આ પરીક્ષાઓ યોજવાનું કામ કરે છે, જેમાં ઉમેદવારોના ક્રિકેટ નિયમોના નોલેજનુ ટેસ્ટ કરવામાં આવે છે. લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ ઉમેદવારોને મેદાન પર ટ્રેનિંગ અપાય છે. આ બાદ તેમને સ્થાનિક ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરવાનો મોકો અપાય છે.

વધુ વાંચો : IND vs PAK મેચ પહેલા પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો, ICC મેચ રેફરી અંગે આપ્યો ચુકાદો

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટમાં અમ્પાયર રમતના નિયમો અંગે મેદાન પર નિર્ણયો લે છે, જેમ કે ડિલિવરી, અપીલ અને આઉટ નોટ આઉટનો નિર્ણય લેવો. તો મેચ રેફરી આઉટ ફિલ્ડમાં નિર્ણયો લે છે જે ખેલાડીઓની શિસ્ત અને આચરણ પર ફોકસ કરે છે અને ICC આચાર સંહિતાના નિયમનું સંચાલન કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Umpire Salary Umpire Selection Cricket Umpire
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ