બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:48 PM, 4 January 2024
ADVERTISEMENT
નવા વર્ષે ક્રિકેટનાં નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ [ICC] એ એક મોટી સમસ્યાનો ઉકેલ કાઢ્યો છે. લાંબા સમયથી ખેલાડીઓ તેનો ફાયદો ઉઠાવી રહ્યા હતા. આ ફેરફાર સ્ટમ્પિંગની વિડિયો રિવ્યુ સાથે સંબંધિત છે. હવે આ રિવ્યુ સાઇડ-ઓન કેમેરાના રિપ્લે જોઈને જ લેવામાં આવશે, એટલે કે હવે અમ્પાયર સ્ટમ્પિંગ ચેક કરતી વખતે બેટની કિનારી તપાસશે નહીં.

ADVERTISEMENT
વિકેટ કીપર આ નિયમનો ફાયદો ઉઠાવતા હતા
થોડાં સમય પહેલા જ્યારે બોલ બેટની બહાર જતી હતી ત્યારે વિકેટ કીપર સ્પિન બોલરો સામે સ્ટમ્પિંગ કરી દેતા હતા. અમ્પાયરે સ્ટમ્પિંગનો રિવ્યુ લેવો પડતો હતો. જેના કારણે ડીઆરએલ લીધા વગર બેટની કિનારી ચેક કરી શકાતી હતી. દાખલા તરીકે, ગયા વર્ષે ભારત સામે ઘરેલુ શ્રેણીમાં ઓસ્ટ્રેલીયાનાં વિકેટ કીપર એલેક્સ કેરી ઘણી વખત બેટ્સમેનને જાણીજોઈને સ્ટમ્પિંગ કરતો હતો. જ્યારે અમ્પાયર સ્ટમ્પિંગ માટે ત્રીજા અમ્પાયરને સંકેત આપતા ત્યારે બેટની કિનારી પણ ચેક કરવામાં આવતી. આ કારણે રિવ્યુ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આ માટે ટીમનો પોતાનો ડીઆરએસ ખર્ચ નહોતો થતો. હવે આવું નહીં થાય.

ADVERTISEMENT
વાંચવા જેવું: વિરાટ કોહલી અને શુભમન ગિલનો બ્રોમાન્સ વાયરલ! ટીમના ખરાબ પ્રદર્શન વચ્ચે કપલ ડાન્સે લૂંટી મહેફિલ
નવા નિયમ પ્રમાણે, સ્ટમ્પિંગ રિવ્યુ માત્ર સ્ટમ્પિંગ જોવા માટે થશે. જેથી ટીમો તેમનો રિવ્યુ ખર્ચ્યા વિના અન્ય માધ્યમથી આઉટ થવાનો રિવ્યુ માટે લાભ લઈ શકે નહીં. એક ખાનગી અહેવાલ મુજબ આ ફેરફાર 12 ડિસેમ્બર, 2023થી અમલમાં આવ્યો છે.
ADVERTISEMENT
આઇસીસીનાં અન્ય બદલાવ
અન્ય ફેરફાર કનેક્શન રિપ્લેસમેન્ટ સંબંધિત છે. આ નવા નિયમ અનુસાર, જો મેચની બહાર રહેલા ખેલાડી પર બોલિંગ કરવાથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય, તો તેના સ્થાને આવેલા ખેલાડીને પણ બોલિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે, થર્ડ અમ્પાયર પાસે ફ્રન્ટ ફુટ સિવાયના તમામ પ્રકારના ફુટ ફોલ્ટ નો બોલને આપમેળે તપાસવાનો વ્યાપક અવકાશ હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.