બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / IAS success story of IAS manoj kumar rai who sold eggs in his struggling days

સક્સેસ સ્ટોરી / મનોજ કુમારે રેકડી પર ઈંડા વેચ્યા, ઓફિસમાં કચરા-પોતા કર્યા અને પછી IAS બની ઉડાવ્યા બધાંના હોશ

Published By: Noor

Last Updated: 12:55 PM, 17 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને જેના વિશે જણાવી રહ્યાં છીએ, તેણ ઓફિસર બનવા માટે સખત મહેનત કરી છે. તેણે રેકડી પર ઈંડા વેચ્યા, ઓફિસોમાં કચરા-પોતા જેવા કામ કર્યા અને પોતાનું સપનું પૂરું કર્યું. આજે તે ઓફિસરની પોસ્ટ પર છે. જી હાં, અમે વાત કરી રહ્યાં છે રસ્તાઓ પર રેકડી લગાવનાર એક શખ્સની, જેણે UPSCની પરીક્ષા પાસ કરી તો લોકો દંગ રહી ગયા.

  • મનોજ કુમારે સખત મહેનત કરી પ્રાપ્ત કરી ગજબ સફળતા
  • બિહારના આ ગરીબ વ્યક્તિએ UPSCની પરીક્ષા પાસ કરી
  • હવે મનોજ ગરીબ વિદ્યાર્થીઓને ફ્રીમાં ભણાવે છે

આજે અમે તમને એક એવા શખ્સની કહાની જણાવવા જઈ રહ્યાં છે જેણે ગરીબીમાં પણ ઓફિસર બનીને દેખાડી દીધું. આ શખ્સની સંઘર્ષ વાર્તા દેશના સેંકડો યુવાનો માટે એક અરીસો છે કે, મહેનત કરવાથી સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે. મનોજ બિહારના એક નાનકડા ગામનો રહેવાસી છે, પરંતુ આજે તે આખા દેશમાં યુવાનો માટે પ્રેરણારૂપ બની ગયો છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તે એક સામાન્ય મજૂર હતો.
 
 

IAS ઓફિસર બનવા માંગતો હતો મનોજ

મનોજ પોતાના વિશે વાત કરતા જણાવે છે કે, તે ગામથી શહેર કંઈક બનવાનું સપનું લઈને આવ્યો હતો. જ્યારે તે ગામ છોડીને  દિલ્હી આવ્યો ત્યારે અહીં અભ્યાસ કરવા માટે તેને ભારે હાલાકી ભોગવવી પડી હતી. મનોજને IAS ઓફિસર બનવું હતું, જેથી તેણે અભ્યાસની સાથે કોચિંગ લેવાનું પણ શરૂ કરી દીધું, પરંતુ પરેશાની એ હતી કે, આટલા મોટા શહેરમાં સર્વાઈવ કરવા માટે પૈસાની વધુ જરૂર પડવા લાગી, મનોજ ઘરેથી જે પૈસા લઈને આવ્યો હતો તે બધાં કોચિંગમાં ખર્ચ થઈ ગયા. 

રેકડી પર ઈંડા વેચ્યા, ઓફિસમાં કર્યા કચરા-પોતા

ગુજરાન ચલાવવા માટે તે રેકડી પર ઈંડા વેચવા લાગ્યો. દિલ્હીમાં પોતાના સંઘર્ષના દિવસોમાં તેણે શાકભાજી પણ વેચી અને ઓફિસોમાં કચરા પોતા પણ કર્યા. મનોજને વિશ્વાસ હતો કે તેની મહેનત એક દિવસ રંગ લાવશે અને બસ પછી મનોજને તેની મહેનતનું ફળ મળી ગયું. 

IOFS ઓફિસર તરીકે કરી રહ્યો છે કામ

મનોજે વર્ષ 2010માં ચોથા પ્રયાસમાં Union Public Service Commission Civil Service Exam પાસ કરી હતી અને હવે IOFS ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યો છે. મનોજે 870મો રેન્ક હાંસલ કરીને પોતાનું ઓફિસર બનવાનું સપનું પૂરું કર્યું હતું. રિઝલ્ટ આવતા જ તેની કિસ્મત પલટાઈ ગઈ. તમને જણાવી દઈએ કે, વીકેન્ડ પર મનોજ બિહારના ગરીબ વિદ્યાર્થીઓને ફ્રીમાં UPSCની પરીક્ષામાં પાસ થવા માટે ભણાવે છે. સાથે જ મનોજના 45 વિદ્યાર્થીઓએ બિહારની લોક સેવા પરીક્ષા ક્રેક કરીને તેનું નામ રોશન કર્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

IAS success story manoj kumar rai sold eggsstruggling story Success Story

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ