ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / IAS રાજ સુથારને બનાવાયા SUDA ના CEO, સરકારે આપી ખુબ મહત્વની જવાબદારી
Last Updated: 06:29 PM, 14 July 2025
ADVERTISEMENT
રાજ્યમાં ફરજ બજાવતા IAS અધિકારીઓની બદલીના સમાચાર સામે આવ્યા છે. સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કે.એસ.વસાવાની ટ્રાન્સફર કરીને તેમને ડાંગ-આહવાના ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે નિયુક્ત કરાયા છે.
ADVERTISEMENT
આ ઉપરાંત IAS અધિકારી સુથાર રાજ રમેશ ચંદ્રની ડાંગ-આહવાના ડિસ્ટ્રીકટ ડેવલપમન્ટ ઓફિસર પદેથી ટ્રાન્સફર કરી તેમને નર્મદા-રાજપીપળાના ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે નિયુક્ત કરાયા હતા તે એપોઇમેન્ટ કેન્સલ કરાઇ છે.. હવે સુથાર રાજ રમેશ ચંદ્રને સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કે.એસ.વસાવાની જગ્યાએ નિયુક્ત કરાયા છે.
આ અગાઉ 17 જુન 2025એ 13 IAS અધિકારીઓની બદલી થઇ હતી જેમાં અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી ક્રીડા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ સાથે એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને ક્રીડા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ શિવરામ તોરવાણે, IAS (RR:GJ:2000) ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અન્ય મહત્ત્વપૂર્ણ ફેરફારોમાં રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશી, IAS (RR:GJ:2014)ને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર, IAS (RR:GJ:2016) મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા.
ADVERTISEMENT

આ પણ વાંચો- પશુંપાલકોના સમર્થનમાં આવ્યા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, કહ્યું નિયામકોને બે હાથ જોડી વિનંતી કરુ છું કે...
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ