ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં પત્ની સાથે માથાકુટ થતા પતિએ ધડાધડ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું

ચકચાર / અમદાવાદમાં પત્ની સાથે માથાકુટ થતા પતિએ ધડાધડ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું

Last Updated: 11:10 PM, 30 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારની રજા હોવાથી મોટાભાગના લોકો ઘરે હાજર હતા. ગોળીઓના અવાજ સાથે જ લોકો બંગલામાંથી બહાર દોડી આવ્યાહતા.

ADVERTISEMENT

Ahmedabad Firing : અમદાવાદમાં પત્ની સાથે થયેલા ઉગ્ર ઝઘડા બાદ પતિ દ્વારા કરાયેલા ધડાધડ ફાયરિંગથી વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટીમાં ભારે ચકચાર મચી ગઈ. મળતી માહિતી મુજબ બંગલા નંબર 16માં રહેતા સાસરીયાઓ પાસે પતિ રાહુલ સોની બપોરે પત્નીને મળવા પહોંચ્યો હતો. બંને વચ્ચે કોઇ બાબતે તીવ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ ગુસ્સે ભરાયેલા રાહુલે ઘરની બહાર જઈ પોતાની સાથે લાવેલી રિવોલ્વર અને બાર બોરની બંદૂકથી કુલ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક રાઉન્ડ કમ્પાઉન્ડમાં અને એક રાઉન્ડ ગેટની બહાર સહિત આસપાસ અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું.

રવિવાર હોવાથી લોકો ઘરમાં હાજર હતા

રવિવારની રજા હોવાથી મોટાભાગના લોકો ઘરે હાજર હતા. ગોળીઓના અવાજ સાથે જ લોકો બંગલામાંથી બહાર દોડી આવ્યાહતા. ઘટના વિશે જાણ થતાં જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ અને ફાયરિંગ કરનાર રાહુલ સોનીની ધરપકડ કરી લીધી હતી. યુનિવર્સિટી પોલીસ દ્વારા આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. સદનસીબે આ ફાયરિંગમાં કોઈને ઈજા પહોંચી નહોતી. હાલ રાહુલ પાસેથી ઘટનાક્રમ અંગે વિગતવાર પૂછપરછ ચાલી રહી હતી.

વધુ વાંચો: આવતીકાલથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર, સરકાર આ 14 બિલ રજૂ કરશે, જુઓ લિસ્ટ

ગાડીમાં જ હથિયાર લઇને આવ્યો હતો આરોપી

પોલીસ દ્વારા ઘટનાસ્થળે તપાસ હાથ ધરતાં માલૂમ પડ્યું કે, રાહુલ ફોર્ડ ટાઇટેનિયમ કારમાં હથિયારો લઈને આવ્યો હતો. બાર બોરની બંદૂક અને રિવોલ્વર કારની સીટ પર મુકેલા હતા. આ ઉપરાંત તપાસ કરતા પોલીસને ઘટના સ્થળેથી અનેક ખાલી કારતૂસ પણ મળી આવ્યા હતા. FSL ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ટીમે સ્થળની વૈજ્ઞાનિક તપાસ પૂર્ણ કરી અને મટીરિયલને વધારે તપાસ માટે લઇ લીધું હતું.

પોલીસે આરોપીને આપી વીઆઇપી ટ્રીટમેન્ટ

પોલીસ સ્ટેશનમાં આરોપીને પાસપોર્ટ રૂમમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ મીડિયા પહોંચતા જ તેને અન્ય રૂમમાં ખસેડવામાં આવ્યો. પોલીસ ઈન્સ્પેક્ટર રજા પર હોવાથી ચાર્જ સિનિયર પીએસઆઈ પાસે છે, જેમણે હાલ કોઈ નિવેદન આપવાનું ટાળ્યું છે. આ સમગ્ર બનાવે સોસાયટીમાં ભય અને ગભરાટનું વાતાવરણ સર્જી દીધું છે. બીજી તરફ કાયદો અને વ્યવસ્થા ઉપરાંત પોલીસની પકડ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

fighting with wife Vijay cross road firing Husband fired 6 rounds in a row
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ