ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Hungry snake eaten half his body video viral

VIRAL / ભૂખથી બેહાલ આ સાપ ખુદને જ ખાવા લાગ્યો, VIDEO જોઇ દંગ રહી જશો

Published By: Dhruv

Last Updated: 04:11 PM, 18 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર સામાન્ય રીતે અવનવા પ્રકારના વિચિત્ર વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે તાજેતરમાં જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેને જોઇ તમે પણ આશ્ચર્યમાં મૂકાઇ જશો. વીડિયોમાં આપ જોઇ શકશો કે એક ભૂખ્યો સાપ પોતાનું અડધું શરીર ખાતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો મનને ખૂબ વિચલિત કરી નાખનાર છે.

ADVERTISEMENT

Snake eating his body

આ વીડિયોમાં એવું જોવા મળશે કે રેપટાઇલ સેન્ચ્યુરીની અંદર સાપ ભૂખથી તડપી રહ્યો છે. બાદમાં જ્યારે તેનાથી ભૂખ સહન નથી થતી ત્યારે તે ખુદને જ પોતાનો શિકાર બનાવી લે છે. ફૉરગૉટન ફ્રેન્ડ રેપટાઇલ સેન્ચ્યુરીએ આ વીડિયોને ફેસબુક પર શેર કર્યો છે. આ શેર વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સાપ કેવી રીતે ખુદને જ ખાઇ રહ્યો છે. આ લાઇવ વીડિયોમાં ફેસબુક પેજના ટીમ મેમ્બર જેસ રોથહૈકર જણાવે છે કે કિંગ સ્નેકર જ્યારે ભૂખ્યો થાય છે ત્યારે તે બીજા સાપને પણ ખાઇ જાય છે અથવા તો તે ખુદને જ ખાઇ જાય છે.

તેમણે જણાવ્યું કે, 'સાપ જ્યારે પોતાની પૂંછડીને જુએ છે ત્યારે તે બીજો સાપ સમજીને પોતાને ખાવા લાગે છે. બાદમાં તેને ખ્યાલ આવે છે કે તે ખુદને જ ખાઇ રહ્યો છે. જો કે તે પોતાની જાતને સંપૂર્ણ રીતે તો ના ખાઇ શકે. આજ અમે એક એવાં જ કિંગ સ્નેકને જોયો. જો કે બાદમાં ટીમ મેમ્બરે સાપનો જીવ બચાવ્યો.'

તેમણે જણાવ્યું કે, 'સાપ જ્યારે ખાઇ રહ્યો હોય છે અને કોઇ તેનું નાક દબાવી દે તો તેને તે નથી ગમતું. કેમ કે તેનાંથી તેને ગભરામણ જેવું થાય છે અને બાદમાં તે પોતે જ તુરંત તેને છોડી દે છે.' મહત્વનું છે કે સામાન્યતઃ આપણે સોશિયલ મીડિયા પર એવાં અનેક વીડિયો જોતા હોઇએ છીએ કે જેને જોઇને સૌ કોઇને નવાઇ લાગી જાય અથવા તો સાંભળીને પણ સૌ કોઇને નવાઇ લાગે પણ આ હકીકત છે કે કિંગ સ્નેક એ જ્યારે ભૂખ્યો થાય ત્યારે તે પોતાને જ ખાવા લાગે છે અને ત્યારે તેને ખુદને પણ ભાન રહેતું નથી. ત્યારે આ વીડિયો જોઇ તમે પણ દંગ થઇ જશો.

 

સંકળાયેલા મુદ્દાઓ

OMG OMG NEWS Snake Video viral eaten સાપ Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ