ગ્રાઉન્ડ રિપોર્ટ / થરાદના ગામમાં તીડનો આતંક, રાજસ્થાનની બોર્ડર પર પહોંચ્યું VTV

બનાસકાંઠામાં તીડનો આતંક હજુ પણ યથાવત્ છે. ત્યારે VTV બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પહોંચ્યું છે. રાજસ્થાનની બોર્ડર પર આવેલા થરાદના ગામમાં તીડનો આતંક જોવા મળી રહ્યો છે. થરાદ અને વાવ તાલુકામાં તીડના ટોળે ટોળા જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં તીડના ટોળાએ વૃક્ષોને પણ નથી બક્ષ્યા વૃક્ષો પર મધમાખીની જેમ તીડ ચોંટી પડ્યા છે.. થરાદના ભરડાસર, નવાગામ, રાનેસરી, કાસવી, કરેલી અને તેની આસપાસના ગામમાં તીડે ભારે નુકસાન પહોંચાડ્યું છે. તો દાંતીવાડા અને વડગામ તરફ આજે તીડ જાય તેવી શક્યતા છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ