બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / How to remove scratches from glasses? Glass will become sparkling with this home remedy
Last Updated: 10:26 PM, 7 April 2024
જે લોકો ચશ્મા પહેરે છે તેઓ જાણે છે કે કેટલી ઝડપથી સ્ક્રેચ થઈ શકે છે અને તેનાથી જોવામાં કેટલી તકલીફ ઉભી થતી હોય છે.. પરંતુ કેટલાક આસાન ઘરેલું ઉપાય છે જે તમારા ચશ્મામાંથી સ્ક્રેચ દૂર કરવામાં મદદ કરી શકે છે.
ADVERTISEMENT
વિન્ડશિલ્ડ વોટર રિપેલન્ટ અને મેટલ પોલિશ: સ્ક્રેચને વિન્ડશિલ્ડ વોટર રિપેલન્ટ અથવા મેટલ પોલિશથી પણ સાફ કરી શકાય છે. તેને સ્ક્રેચ પર લગાવો અને હળવા હાથે ઘસો.
બેકિંગ સોડા પેસ્ટઃ એક ચમચી બેકિંગ સોડા અને થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને સ્ક્રેચ પર લગાવો અને હળવા હાથે ઘસો. પછી, સ્વચ્છ પાણીથી ધોઈ લો અને સૂકા કપડાથી સાફ કરો.
ADVERTISEMENT
ટૂથપેસ્ટનો ઉપયોગ: સુતરાઉ કાપડ પર નોન-જેલ વ્હાઈટિંગ ટૂથપેસ્ટ લગાવો અને તેને સ્ક્રેચ પર હળવા હાથે ઘસો. ખૂબ સખત ઘસવું નહીં તેનું ધ્યાન રાખો. પછી પાણીથી ધોઈ લો અને સૂકવી લો
ADVERTISEMENT
કાર વેક્સઃ કેટલાક લોકો કાર વેક્સનો પણ ઉપયોગ કરે છે. થોડું કાર વેક્સ લો અને તેને સ્ક્રેચ પર લગાવો, પછી થોડું ઘસો. આ સ્ક્રેચેસને ઓછા દેખાતા બનાવવામાં મદદ કરી શકે છે.
પેટ્રોલિયમ જેલીઃ સ્ક્રેચ પર પેટ્રોલિયમ જેલીનું પાતળું પડ લગાવો. આ સ્ક્રેચને ભરવાનું કામ કરે છે અને તેને ઓછા દેખાય છે. બાદમાં તેને સ્વચ્છ કપડાથી સાફ કરો.
ADVERTISEMENT
નાળિયેર તેલ અથવા મીણનો ઉપયોગ કરો: નાળિયેર તેલ અથવા મીણ પ્લાસ્ટિક લેન્સ માટે ખૂબ જ ઉપયોગી છે. તેને સ્ક્રેચ પર લગાવો અને પછી તેને કપડાથી લૂછી લો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.