બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / IPL 2026માં રમાશે કેટલી મેચ, ક્યારે આવશે આખું શેડ્યૂલ? સામે આવ્યું મોટું અપડેટ
Last Updated: 03:08 AM, 23 March 2026
નવી IPL સીઝન શરૂ થવામાં એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે અને હજુ પણ તેનું પૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યુ નથી. થોડા દિવસો પહેલા BCCI એ 28 માર્ચથી 12 એપ્રિલ સુધીનું શેડ્યૂલ જાહેર કર્યું હતું, જેમાં માત્ર 20 મેચનો સમાવેશ થતો હતો. ત્યારથી દરેક ફેંસ સીઝનની બાકીની મેચોની તારીખો જાણવા માટે રાહ જોઈ રહ્યા છે. એવામાં એ પણ સવાલ થઇ રહ્યો છે કે, IPL 2026 માં કેટલી મેચ રમાશે? શું પહેલાની જેમ 74 મેચ રમાશે, કે પછી સંખ્યા વધશે? એવામાં એક અહેવાલમાં કન્ફર્મ મળ્યું છે કે 74 મેચ રમાશે અને બાકીની 54 મેચોની તારીખો નવી સીઝન શરૂ થાય તે પહેલાં જ જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
છેલ્લા અમુક દિવસોથી સતત અટકળો ચાલી રહી છે કે BCCI આ વખતે મેચોની સંખ્યા વધારીને 80 થઇ શકે છે. પરંતુ એક રીપોર્ટ મુજબ આવું નથી. રિપોર્ટમાં જણાવાયું છે કે IPL 2026 માટે માત્ર 54 મેચો જ બાકી છે અને BCCI 26 માર્ચ સુધીમાં આ વાત જાહેર કરે તેવી અપેક્ષા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે બોર્ડે બધી ફ્રેન્ચાઇઝીઓને જાણ કરી છે કે આ મેચોનું શેડ્યૂલ હજુ સુધી નક્કી થયું નથી પરંતુ તેમાં 3-4 દિવસનો સમય લાગી શકે છે.
ADVERTISEMENT

BCCI એ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતની રાહ જોતા માત્ર પ્રથમ 20 મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. વિધાનસભા ચૂંટણીની તારીખો પહેલાથી જ જાહેર થઈ ગઈ છે, જેમાં તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આસામમાં IPL મેચો યોજાવાની છે. આથી ચેન્નઈ (23 એપ્રિલ), કોલકાતા (23 અને 29 એપ્રિલ) અને ગુવાહાટી (9 એપ્રિલ) માં આ રાજ્યોમાં મતદાનના દિવસોમાં મેચો યોજાશે નહીં. આ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન 29 માર્ચ સુધીમાં પૂરૂ થશે અને મત ગણતરી 4 મેના રોજ થશે. આથીઆ તારીખો દરમિયાન આ રાજ્યોમાં કોઈ IPL મેચ રમાશે નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT
આગામી સમયપત્રકનો એક મુખ્ય પાસું એ હશે કે રાજસ્થાન રોયલ્સ તેમના ઘરઆંગણે ક્યાં મેચ રમશે. પ્રારંભિક શેડ્યૂલમાં રાજસ્થાનની ત્રણેય મેચ ગુવાહાટી, આસામમાં રમવાની છે. પરંતુ શું બાકીની ચાર મેચો પણ ત્યાં રમાશે કે આ ટીમ જયપુરમાં રમી શકશે, કે તે અન્ય સ્ટેડિયમમાં રમી શકશે? તે સવાલ પણ લોકોને થઇ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં 28 માર્ચથી શરૂ થશે અને ફાઇનલ 31 મેના રોજ યોજાશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.