બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / VTV વિશેષ / વિશ્વ / How american delta forces killed bagdadi in 15 minutes

Operation / આકાશમાંથી ઉતર્યા અમેરિકી કમાન્ડો, આ રીતે 15 મિનિટમાં કામ તમામ કરી દીધું બગદાદીનું

Published By: Shalin

Last Updated: 08:00 PM, 28 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના સૌથી તાલીમબદ્ધ દળ ડેલ્ટા ફોર્સે સીરિયામાં એક દિલધડક ઓપરેશન પાર પાડીને ફક્ત 15 મિનીટમાં ખતરનાક આતંકી ISISના વડા અબુ બકર અલ બગદાદીનું કાસળ કાઢી નાખ્યું. જાણો અમેરિકી સેનાએ આ આખું ઓપરેશન કેવી રીતે પાર પડ્યું અને અમેરિકાનો સૌથી હોનહાર ડેલ્ટા ફોર્સ શું છે?

ક્યાં હતો બગદાદી?

બગદાદી સીરિયામાં તુર્કીની સરહદથી ફક્ત 5 કિમી દૂર ઇદબિલ પ્રાંતમાં પોતાના આતંકી સાથીઓ સાથે છુપાયો હતો.  

 અબુ બકર અલ બગદાદીની ફાઈલ તસ્વીર

કેવી રીતે પહોંચ્યો ડેલ્ટા ફોર્સ?

ડેલ્ટા ફોર્સ તુર્કીથી હવાઈ માર્ગે હેલિકોપ્ટરો વડે ઇદબિલ પ્રાંતમાં પ્રવેશ્યા. સીરિયાની કે ISISની સેના મધરાતે તેમને પકડી ન શકી. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના સલાહકારો સાથે વ્હાઈટ હાઉસમાં બેસીને વૉરરૂમમાં આખું ઓપરેશન જોઈ રહ્યા હતા.

જમીન ઉપર ઉતરતાની સાથે જ ભયાનક ગોળીબાર શરુ થઇ ગયો. હેલિકોપ્ટરે આસપાસના ઘરો ઉપર મિસાઈલમારો પણ કર્યો.

ફ્લાઈટોને આટલી તકલીફ પડી હતી

જે વિસ્તારમાંથી ફ્લાઈટ્સ પસાર થઈ તે ખૂબ ખતરનાક હતાં. જ્યાં આગની ઝપેટમાં આવી જવાનો ડર હતો. જેથી ઘણીવાર ફલાઈટોની સ્પીડ ધીમી કરવી પડી હતી તો ક્યારે વધાવી પડી હતી. હેલિકોપ્ટર્સે બગદાદીનાં પરિસરમાં પહોંચતાની સાથે જ ગોળીબાર શરુ કરી દીધો હતો. તેને પહોંચી વળવામાં બહું ઓછો સમય લાગ્યો હતો. બારિશા ગામની એક વ્યક્તિએ એક ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું હતું કે, જમીન પર લેન્ડ થતા પહેલા હેલિકોપ્ટર દ્વારા 30 મિનિટ સુધી ફાયરિંગ થયું હતું. સ્પેશિયલ ફોર્સે દરવાજામાં ફસાઈ ન જવાય તે માટે પરિસરની દિવાલોમાં બાકોરા પાડ્યાં હતાં. એ બાદ તેમણે કેમ્પર્સમાં ઓપરેશન ચાલુ ક્યું હતું. 

બગદાદી રડવા લાગ્યો હતો અંતે તે બાળકો સાથે મરી ગયો 

ટ્રમ્પે જણાવ્યું હતું કે બગદાદી સુરંગમાંથી ભાગવા ગયો હતો પણ તે સુરંગમાંથી નીકળવાનો રસ્તો ન હોઈ તે નીકળી શક્યો નહોતો. બગદાદી મુંઝવણમાં મુકાયો હતો અને રડવા પણ લાગ્યો હતો. ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે પહેલાં તો આખા કેમ્પર્સને ખાલી કરાવ્યું હતું. કેટલાકે સરેન્ડર કર્યં તો કેટલાક માર્યા ગયાં હતાં. જો કે 11 બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતાં. બગદાદીએ તેના 3 બાળકો સાથે ભાગવાનો વ્યર્થ પ્રયાસ કર્યો હતો. બગદાદીનાં કમરે રહેલો વિસ્ફોટક ફાટતાં સુરંગ પણ કાટમાળમાં ફેરવાયો હતો. 

અમેરિકાનું સૌથી તાલીમબદ્ધ અને ઇલાઇટ દળ ડેલ્ટા ફોર્સ 

ડેલ્ટા ફોર્સ અમેરિકી સેનાનો ભાગ છે જેમનું મુખ્ય કામ સ્પેશ્યલ ઓપરેશન્સ પાર પાડવાનું છે. આ ફોર્સ USAના જાણીતા NAVY SEAL ફોર્સ કરતા પણ વધુ ખતરનાક છે. ઉલ્લેખનીય છે કે NAVY SEAL ફોર્સે જ આતંકી ઓસામા બિન લાદેનનો પાકિસ્તાનમાં જઈને ખાત્મો બોલાવ્યો હતો. 

અમેરિકી ડેલ્ટા ફોર્સ (તેમની ઓળખાણ મોટા ભાગે ગુપ્ત રાખવામાં આવે છે)

આ યુનિટમાં ભરતી થવાની તાલીમ ખુબ કઠિન હોય છે. તાલીમના ભાગરૂપે રાત્રે જંગલમાં ઉબડ ખાબડ રસ્તાઓમાં પીઠ ઉપર ભારેખમ બોજો ઉંચકીને 40 માઈલ જેટલી દોડ લગાવવાની હોય છે. આ ઉપરાંત ઉડતા વિમાનમાંથી પેરાશૂટ લઇને કૂદવાની ટ્રેઇનિંગ આપવામાં આવે છે. 

આ દળે સોમાલિયા, ઇરાક, સીરિયા, અફઘાનિસ્તાન જેવા દેશોમાં દિલધડક ઓપરેશન્સ પાર પાડ્યા છે. કેટલાક મિશન્સને આજની તારીખે ગુપ્ત રાખવામાં આવ્યા છે. 

ડેલ્ટા ફોર્સની સ્થાપના 1960માં કર્નલ ચાર્લ્સ બેકવિદે કરી હતી. આ ફોર્સમાં જોડાનાર જવાનને જાસૂસી, બૉમ્બ ડિફ્યુઝ, બંધકોને બચાવવા વગેરે ટાસ્કની પણ સ્પેશિયલ ટ્રેઇનિંગ અપાય છે. 

કર્નલ ચાર્લ્સ બેકવિદ

 

સંકળાયેલા મુદ્દાઓ

Abu Bakr Al-Baghdadi Delta Force Donald Trump ISIS Syria US Army USA Operation

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ