બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Home minister amit shah ckek all mla work
ADVERTISEMENT
અમદાવાદમાં આજે સર્કિટ હાઉસ ખાતે ગૃહમંત્રી અમિતશાહે મેરેથોન બેઠકો યોજી હતી. આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર રહ્યા હતા. જેમા ગૃહમંત્રી અમિતશાહે ગ્રામીણ વિકાસના મુદ્દાઓને લઈને ચર્ચા કરી હતી. આ બેઠકમાં ખાસ તો કોલવડાને અર્બન વિલેજ બનાવવા માટે અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું છે.
28 કરોડના વિકાસના કાર્યોની સમીક્ષા
ADVERTISEMENT
અમિતશાહે આજે કોલવડા ગામે 28 કરોડના વિકાસના કાર્યોની સમીક્ષા કરી હતી. જેમા તેમણે પાણી, ગટરલાઈન, સ્ટ્રીટલાઈટ વગેરે જેવી તમામ સુવીધાઓની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેમણે સંસદિય ક્ષેત્રોમાં પણ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. જેમા તેમણે બધાજ ધારાસભ્યોને વૃક્ષારોપણ તેમજ રસીકરણ અંગે સૂચનો કર્યા હતા.
ત્રીજી લહેરની તૈયરીઓની સમીક્ષા
ADVERTISEMENT
કોરોનાની બીજી લહેરને જોઈને હવે સરકાર દ્વારા ત્રીજી લહેરને લઈને પૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેથી ગૃહમંત્રીએ કોરોનાની ત્રીજી લહેરને લઈને પણ પૂરી તૈયારીઓ રાખવા સૂચના આપી. તે સિવાય તેમણે અત્યાર સુધી જે પણ વિકાસ અને સેવાના કામ થયા છે. તેનો પ્રોગ્રેસ રિપોર્ટ પણ તપાસ્યો હતો.
સાણંદ વિધાનસભા માટે એપ લોન્ચ
ADVERTISEMENT
અમિતશાહે આજે સાણંદના વિધાનસભા માટે એપ પણ લોન્ચ કરી છે. આ એપ્લીકેશન સાણંદના MLA કનુ પટેલ દ્વારા બનાવામાં આવી છે. એપ્લિકેશનમાં ધારાસભ્યની કામગીરી તેમજ અધિકારીઓના નંબર હશે. સાથેજ તમામ પ્રશ્નોનું નિરાકરણ મળી રહે તેના માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
કોરોના સામે સરકારની તૈયારી
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ખાસ કરીને કોરોનાને લઈને સરકાર દ્વારા હવે પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. બીજી લહેરમાં કોરોનાનો જે કહેર જોવા મળ્યો તેને જોઈને સરકાર દ્વારા હવે ત્રીજી લહેર સામે પૂરી રીતે તૈયારીઓ કરી લેવામાં આવી છે અને રૂપાણી સરકારની આ કામગીરીની આજે ગૃહમંત્રી અમિતશાહે પણ સમીક્ષા કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.