બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારા WhatsAppને બનાવો વધુ સુરક્ષિત અને સ્માર્ટ આ સરળ ટ્રિક્સથી

તમારા કામનું / તમારા WhatsAppને બનાવો વધુ સુરક્ષિત અને સ્માર્ટ આ સરળ ટ્રિક્સથી

Jinal Chauhan

Last Updated: 08:08 AM, 11 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત એવું થાય છે કે તમે કોઈનો મેસેજ વાંચવા માંગો છો પરંતુ સામેના વ્યક્તિને એ ખબર ન પડે એવી ઈચ્છા હોય છે.

આજના સમયમાં WhatsApp માત્ર મેસેજિંગ એપ નથી પરંતુ રોજિંદા જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ માત્ર ચેટિંગ, કોલિંગ અથવા ફોટા-વિડિયો મોકલવા સુધી જ મર્યાદિત રાખે છે પરંતુ આ એપમાં ઘણા એવા છુપાયેલા ફીચર્સ પણ છે જે તમારા અનુભવને વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનાવી શકે છે. ખાસ વાત એ છે કે આ ફીચર્સ સામાન્ય રીતે સેટિંગ્સમાં છુપાયેલા હોય છે અને બહુ ઓછા લોકોને તેના વિશે જાણ હોય છે.

ઘણી વખત એવું થાય છે કે તમે કોઈનો મેસેજ વાંચવા માંગો છો પરંતુ સામેના વ્યક્તિને તેની ખબર ન પડે. આવી સ્થિતિમાં એક સરળ રીત એ છે કે મેસેજ આવે ત્યારે પહેલા ફોનનો એરપ્લેન મોડ ચાલુ કરો પછી એપ ખોલીને મેસેજ વાંચી લો અને પછી એપને બંધ કરીને એરપ્લેન મોડ બંધ કરો.

બ્લૂ ટિક

આ રીતે સામેના વ્યક્તિને બ્લૂ ટિક દેખાશે નહીં. આ ઉપરાંત, તમે સેટિંગ્સમાં જઈને Read Receipts પણ બંધ કરી શકો છો, પરંતુ તે પછી તમે પણ બીજા લોકોના બ્લૂ ટિક જોઈ શકશો નહીં.

whatsapp-final

નંબર સેવ કર્યા વગર મોકલો મેસેજ

ઘણી વખત આપણને કોઈ એવા વ્યક્તિને મેસેજ મોકલવો પડે છે જેનો નંબર સેવ કરવો નથી હોતો. તેના માટે પણ એક સરળ રીત છે. બ્રાઉઝરમાં એક ખાસ લિંક દ્વારા તમે સીધા જ તે નંબરની ચેટ વિન્ડો ખોલી શકો છો. આ ફીચર ખાસ કરીને ત્યારે ઉપયોગી બને છે જ્યારે તમને ડિલેવરી એજન્ટ અથવા કોઈ સર્વિસ સાથે માત્ર એક જ વાર સંપર્ક કરવો હોય.

whatsapp-banned-final

ચેટ પ્રાઈવસી

તમારી પ્રાઇવસીને વધુ મજબૂત બનાવવા માટે WhatsApp માં ચેટ લોકનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ ફીચરની મદદથી તમે તમારી મહત્વની અથવા ખાનગી ચેટ્સને લોક કરી શકો છો. લોક કરેલી ચેટ્સ એક અલગ સેકશનમાં જઈ જાય છે જેને ખોલવા માટે ફિંગરપ્રિન્ટ અથવા પાસકોડની જરૂર પડે છે. જો તમે તમારો ફોન બીજા કોઈ સાથે શેર કરો છો તો આ ફીચર ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

હવે WhatsApp ને ફક્ત એક જ ડિવાઇસ સુધી મર્યાદિત રાખવાની જરૂર નથી. મલ્ટી-ડિવાઇસ સપોર્ટ દ્વારા તમે તમારું એકાઉન્ટ લેપટોપ અથવા બીજા ફોન સાથે જોડાઈ શકો છો. ખાસ વાત એ છે કે તેના માટે તમારો મુખ્ય ફોન હંમેશા ઈન્ટરનેટ સાથે કનેક્ટ હોવો જરૂરી નથી. આથી તમે અલગ-અલગ ડિવાઇસ પર સરળતાથી મેસેજ મોકલી અને વાંચી શકો છો.

vtv app promotion

આ પણ વાંચોઃ 10,000થી વધુ ટ્રાન્ઝેક્શન પર RBIનો નવો નિયમ, ફ્રોડ રોકવા 1 કલાકનો સમય

WhatsApp ટેક્સ્ટને અલગ રીતે સ્ટાઇલ કરવાનો ઓપ્શન આપે છે. તમે તમારા મેસેજને બોલ્ડ, ઇટાલિક અથવા શબ્દોમાં સ્ટ્રાઇક કરીને વધુ સ્પષ્ટ અને આકર્ષક બનાવી શકો છો. આ સુવિધા ખાસ કરીને લાંબા મેસેજમાં મહત્વના મુદ્દાઓને હાઇલાઇટ કરવા માટે ઉપયોગી છે. આ નાની સુવિધાઓનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાથી તમારા WhatsApp અનુભવને વધુ સારો અને સ્માર્ટ બનાવી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

chat privacy tips hidden tricks WhatsApp features
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ