બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:52 AM, 2 August 2024
ટીવીની ફેમસ એક્ટ્રેસ હિના ખાન ત્રીજા સ્ટેજના કેન્સર સામે ઝઝુમી રહી છે. એક્ટ્રેસ સતત પોતાનું હેલ્થ અપડેટ ફેંસ સાથે શેર કરતી રહે છે. થોડા સમય પહેલા એક્ટ્રેસે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે પોતાના વાળ નાના કરાવ્યા હતા. કીમોથેરેપીના કારણે તેના વાળ ખરવાના શરૂ થઈ ગયા છે.
ADVERTISEMENT
હવે એક્ટ્રેસે એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાના માથાના બધા જ વાળ કાઢી નખાવતા જોવા મળી રહી છે. હિનાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી જણાવ્યું કે તેણે મુંડન કરાવવાનો નિર્ણય કર્યો છે. કારણ કે તેના વાળને ધીરે ધીરે ખરતા જોવા ખૂબ જ ડિપ્રેસિંગ અને સ્ટ્રેસફૂલ છે.
ADVERTISEMENT

વીડિયોમાં આપ્યો મેસેજ
ADVERTISEMENT
તેની સાથે જ એક્ટ્રેસે બધા કેન્સરના દર્દીઓ માટે મોટિવેટિંગ મેસેજ શેર કરી તોમને મેન્ટલી સ્ટ્રોન્ગ રહેવા માટે કહ્યું છે. હિનાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં એક્ટ્રેસ ટ્રિમરથી પોતાનું મુંડન કરાવતી જોવા મળી રહી છે. તેની સાથે જ તેણે ફેંસને બતાવ્યું છે કે કેવી રીતે વાળમાં હાથ ફેરવતાની સાથે જ મુઠીભર વાળ હાથમાં આવી જાય છે.
ADVERTISEMENT
<script async src="//www.instagram.com/embed.js"></script>
મારે સ્ટ્રેસ નથી લેવું
ADVERTISEMENT
હિના વીડિયોમાં કહે છે કે ફિઝિકલ હેલ્થની સાથે જે કંઈ થઈ રહ્યું છે હું તેમાં તો વધારે કંઈ ન કરી શકુ પરંતુ જે વસ્તુ મારા કંટ્રોલમાં છે હું તેને ઠીક કરી શકું છું. જો તમારી મેન્ટલ હેલ્થ સારી છે તો ફિઝિકલ હેલ્થ 10 ગણી વધારે સારી થઈ જાય છે.
ADVERTISEMENT
<script async src="//www.instagram.com/embed.js"></script>
વધુ વાંચો: વાયનાડની વ્હારે આવ્યા સાઉથ સુપરસ્ટાર્સ, રશ્મિકાં સહિત આ દિગ્ગજોએ કર્યું દાન
મેન્ટલ હેલ્થ મારા હાથમાં છે. મને આ જર્નીમાં ફિઝિકલ પેન થશે. પરંતુ હું મેન્ટલી સ્ટ્રોન્ગ રહેવા માંગું છું અને કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ નથી લેવા માંગતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.