બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:29 AM, 25 August 2025
હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે. આ ઉપરાંત દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર અને મોરબીમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT
આ સાથે પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે.
દેશના બાકી રાજ્યો માટે આગાહી
ADVERTISEMENT
યૂપી
IMDની આગાહી અનુસાર યુપીની રાજધાની લખનૌમાં ભારે વરસાદની શક્યતા છે. વરસાદને કારણે આજે અયોધ્યામાં હવામાન ખુશનુમા રહેશે. ગાઝિયાબાદ, મેરઠ, બાગપત, મુઝફ્ફરનગર અને શામલીમાં પણ વરસાદની આગાહી છે. જોકે, વીજળી પડવા અંગે કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.
ADVERTISEMENT
આ સિવાય આગરા, મથુરા, ફિરોઝાબાદ, રામપુર, બરેલી, મુરાદાબાદ, બિજનૌર, પીલીભીત, શાહજહાંપુર, લખીમપુર ખેરી, શ્રાવસ્તી, ગોંડા, બલરામપુર, સિદ્ધાર્થનગર, ગોરખપુર, મહારાજગંજ, કુશીનગર, દેવરિયા, મૌ, બલિયા, બરેલી, બરેલી, નાજીપુર, નરપુરમાં સારા વરસાદની અપેક્ષા છે. જૌનપુર, આઝમગઢ, સોનભદ્ર, મિર્ઝાપુર, અમેઠી, રાયબરેલી અને કાનપુર તેમજ પ્રયાગરાજમાં પણ વરસાદની આગાહી છે.
બિહાર
હવામાન વિભાગે આજે બિહારના લગભગ 20 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જો કે આ પછી ચોમાસું થોડું નબળું પડી શકે છે. પટના, ગયા, ઔરંગાબાદ, ભોજપુર, બક્સર, કૈમુર, રોહતાસ, જહાનાબાદ, અરવાલ, નાલંદા, શેખપુરા, લખીસરાય, બેગુસરાઈ, જમુઈ, મુંગેર, બાંકા અને ભાગલપુર સહિત લગભગ 20 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
ઉત્તરાખંડ
રાજ્યોની વાત કરીએ તો, ઉત્તરાખંડમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. બાગેશ્વર, રુદ્રપ્રયાગ, ટિહરી અને ઉત્તરકાશી જિલ્લામાં ભૂસ્ખલનની શક્યતા છે. હિમાચલના ડેલહાઉસીમાં વાદળ ફાટવાથી પૂર આવ્યું છે, જેના કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.