બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

photo-story

9 ફોટો ગેલેરી

તોફાન / અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

Last Updated: 06:30 AM, 25 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Rain Forecast: અમદાવાદ શહેરમાં મોડી રાત્રીના સુમારે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જેને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તેમજ હવામાન વિભાગ દ્વારા 30 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

1/9

photoStories-logo

1. 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદ

રાજ્યમાં હાલ બારેમેઘ ખાંગા થયા છે. નદી નાળા ગાંડાતુર બનીને છલકી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાને કારણે ઠંડક પ્રસરી ચુકી છે. ત્યારે રાજ્યમાં 30મી ઓગસ્ટ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે, આ સાત દિવસ ગુજરાતમાં ક્યાંય પણ અત્યંત ભારે વરસાદની આગાહી નહી હોવાથી એક પ્રકારની રાહત કહી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. દરિયો ન ખેડવા માટે સુચના

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું કે, આજથી 30મી ઓગસ્ટ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત પવનનું પણ જોર વધવાના કારણે દરિયામાં કરંટ જોવા મળશે. જેથી માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠા પર ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગના અનુસાર 24મી ઓગસ્ટના રોજ ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જૂનાગઢ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ અપાયું છે. બાકીનાં જિલ્લાઓમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. 25 મી તારીખે પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

સોમવારે 25મી તારીખના રોજ, પાંચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત કચ્છ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડ યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

26મી તારીખે ચાર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં કરવામાં આવી છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. પાંચ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

27મી તારીખે પાંચ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે અમરેલી, બોટાદ, અમદાવાદ, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે સામાન્ય વરસાદની આગાહી છે. બાકીનાં તમામ જિલ્લાઓમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. વરસાદનું ઝોર ઘટશે

28 મી તારીખે વરસાદનું ઝોર ધીરે ધીરે ઘટવા લાગશે. કચ્છ જિલ્લામાં માત્ર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, તાપી, ડાંગ અને નવસારીમાં યલો એલર્ટ જ્યારે બાકીનાં તમામ જિલ્લાઓમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

વરસાદનું ઝોર ઘટતા કચ્છ અને દેવભુમિ દ્વારકા માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ અને નવસારીમાં યલો એલર્ટ અપાયું છે. જ્યારે બાકીમાં તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત્ત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. વરસાદની વિદાય

મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ અપાયું છે. બાકીનાં તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત્ત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

end of the month stormy weather Rain will cause stormy weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ