બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad માં મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ખાડે ખાડે પાણી

વરસાદ / Ahmedabad માં મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ખાડે ખાડે પાણી

Last Updated: 11:35 PM, 1 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ શરૂ થઇ ગયો હતો. જજીસ બંગલો, બોડકદેવ, થલતેજ અને સેટેલાઇટમાં વરસાદ શરૂ થઇ ગયો હતો. આ ઉપરાંત સરખેજ, વેજલપુર, પ્રહ્લાદ નગર, મકરબા, શિવરંજની, ગોતા સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદની તોફાની શરૂઆત થઇ ગઇ હતી.

Rain in Ahmedabad : અમદાવાદમાં સોમવારના વિરામ બાદ આજે બપોરના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સાંજના સમયે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો હતો. અમદાવાદનાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ શરૂ થઇ ગયો હતો. જજીસ બંગલો, બોડકદેવ, થલતેજ અને સેટેલાઇટમાં વરસાદ શરૂ થઇ ગયો હતો. આ ઉપરાંત સરખેજ, વેજલપુર, પ્રહ્લાદ નગર, મકરબા, શિવરંજની, ગોતા સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદની તોફાની શરૂઆત થઇ ગઇ હતી. જો કે વરસાદના લીધે પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વાહનો ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચોમાસાની શરૂઆતથી જ અત્યાર સુધીમાં 11 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે મંગળવારે (1 જુલાઈ) 15 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગુજરાત માટે ભારે હોવાનું પણ જણાવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાત માટે આગામી સાત દિવસ ખુબ જ ભારે, જાણો હવામાન વિભાગે શું કહ્યું?

2 જુલાઇ ઉત્તર ગુજરાત માટે ભારે

અત્રે ઉલ્લેખનીય છે કે, 2 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર જિલ્લામાં યલો ઍલર્ટ અપાયું છે.

3 જુલાઇ દક્ષિણ અને ઉત્તર માટે ભારે

આ ઉપરાંત 3 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લામાં સૌથી વધુ વરસાદ રહે તેવી શક્યતા છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં યલો ઍલર્ટ અપાયું છે.

vtv app promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heavy rain in Ahmedabad Ahmedabad Rain Gujarat Heavy rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ