બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Heatwave affecting overall health can cause liver failure

એલર્ટ! / વધતી જતી ગરમી કરોડો બાળકોના સ્વાસ્થ્ય માટે મોટા સંકટ બરાબર, નિષ્ણાંતોએ આપી સાવધાન રહેવાની સલાહ

Arohi

Last Updated: 02:22 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heatwave Can Affecting Overall Health:  હીટવેવને લઈને ચેતાવણી જાહેર કરવામાં આવી છે કે દુનિયાના ઘણા દેશોમાં હીટવેવ જીવલેણ સાબિત થઈ શકે છે. બાળકોના સ્વાસ્થ્ય પર તેની સૌથી વધારે અસર જોવા મળી રહી છે.

પર્યાવરણીય પરિવર્તન અને વર્ષેને વર્ષે વધતા તાપમાનને સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર હીટવેવને લઈને ચેતાવણી જાહેર કરવામાં આવી છે કે દુનિયાના ઘણા દેશોમાં હીટવેવ જીવલેણ સાબિત થઈ શકે છે. બાળકોના સ્વાસ્થ્ય પર તેની સૌથી વધારે અસર જોવા મળી રહી છે. 

આટલું જ નહીં ઈસ્ટ એશિયા અને પ્રશાંતના દેશોમાં વધતી ગરમીના કારણે કરોડો બાળકોના જીવ પણ સંકટમાં છે. આ દુનિયાના એ ભાગ છે જ્યાં હીટવેવ અને વધતી ગરમીની સૌથી વધારે અસર જોવા મળી રહી છે. 

સૌથી ગરમ વર્ષ 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દેશોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે રહે છે અને સમયની સાથે વાતાવરણ વધી પણ જાય છે. આટલું જ નહીં નિષ્ણાંતોનું અનુમાન છે કે વર્ષ 2024 સૌથી ગરમ વર્ષ પણ બની શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ એશિયાઈ દેશો, ખાસ કરીને ભારતમાં પણ વધતી ગરમીને લઈને બધા લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. 

ભારતમાં ઝડપથી વધી રહ્યું છે તાપમાન 
ભારતમાં પહેલા એક મહિનામાં ઝડપથી તાપમાન વધતું જોવા મળી રહ્યું છે. ગરમીના કારણે સ્વાસ્થ્ય પર થતા દુષ્પ્રભાવોને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવે તેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નિષ્ણાંતોની સાથે એક બેઠક કરી રણનીતિ નિર્ધારિત કરી છે. 

સ્વાસ્થ્ય નિષ્ણાંતો કહે છે. ગરમીના સંપર્કમાં આવવાના કારણે ઘણા પ્રકારના અલ્પકાલિક અને દીર્ઘકાલિક સ્વાસ્થ્ય જોખમ થઈ શકે છે. તેનાથી દર વર્ષે લોકોમાં ફેન્ટનેસ, હીટ સ્ટ્રોક, ત્વચાની સમસ્યા અને બ્લડ પ્રેશરના જોખમને વધારવાનો પણ ખતરો રહે છે. હીટ સ્ટ્રોકની સ્થિતિમાં આપણું શરીર તાપમાનને નિયંત્રિત કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે જેની ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. 

હીટવેવથી લિવરની વધી શકે છે મુશ્કેલીઓ 
અમુક અભ્યાસમાં એલર્ટ કરવામાં આવી રહ્યું છે કે હીટવેવ કે ગરમીના વધારે સંપર્કમાં રહેવાની સ્થિતિ કિડની અને લિવર જેવા ખૂબ જ મહત્વપૂર્ણ અંગોને પણ ગંભીર ક્ષતિ પહોંચાડે છે. ગંભીર સ્થિતિમાં તેના કારણે લિવર ઈન્જરી અને લિવર ફેલિયર જેવા જોખમ વધી જાય છે.

વધુ વાંચો: નાની ઉંમરે ડાયાબિટીસ અને હાર્ટની સમસ્યાથી બચવા ઇચ્છો છો? તો અપનાવો આ ટિપ્સ, રહેશો હેલ્ધી

નિષ્ણાંતોએ જણાવ્યું કે હીટવેવના સૌથી વધારે શિકાર યુવા લોકો થઈ રહ્યા છે. અમુક લોકોમાં હીટવેવના કારણે કિડની ઈંજરી, લેક્ટિક એસિડોસિસ, થ્રોમ્બોસાઈટોપેનિયા અને રબડોમાયોલિસિસ જેવી મુશ્કેલી પણ થઈ શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ