બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Healthcare enlarged adenoids reason of Kids snoring, know symptoms and remedies
શું તમારું બાળક સૂતી વખતે નસકોરાં લે છે અથવા રાત્રે તેના જોરથી શ્વાસ લેવાનો અવાજ તમારી ઊંઘ બગાડે છે? જો આવી સમસ્યા તમારા બાળકને થઈ રહી છે અને તે લાંબા સમયથી થઈ રહી છે, તો તેને હળવાશથી ન લો. વાસ્તવમાં, આ લક્ષણો ઉપલા વાયુમાર્ગમાં મોટા થયેલા ટોન્સિલ અને એડીનોઈડ્સને કારણે હોઈ શકે છે.
ADVERTISEMENT
હેલ્થ એક્સપર્ટ અનુસાર, એડીનોઈડ્સ જન્મથી જ ગરદનમાં હાજર હોય છે અને લગભગ 7 વર્ષની ઉંમર પછી તે સંકોચાવાનું શરૂ થાય છે. તે શરીરને ચેપથી બચાવવા માટે એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે અને કોઈપણ પ્રકારના ચેપમાં સોજો આવીને બાળકોને ચેપથી બચાવે છે. જ્યારે ચેપ દૂર થતાં જ તે તેના સામાન્ય કદમાં પાછું આવી જાય છે. પરંતુ ફૂલી ગયેલા એડીનોઇડ્સ એલર્જીને કારણે પણ હોઈ શકે છે.
જો કે, કેટલીકવાર તે ફુલ્યા પછી ઘટ્ટ નથી અને તે એક પ્રકારની તબીબી સ્થિતિ બની જાય છે જેમાં બાળકોને રાત્રે ઊંઘવામાં તકલીફ થવા લાગે છે. મોટા થયેલા એડીનોઈડ્સના કારણે ફેફસામાં હવા યોગ્ય રીતે પ્રવેશી શકતી નથી, જેના કારણે લોહીમાં ઓક્સિજનની ઉણપ થઈ જાય છે, મગજ બરાબર કામ કરતું નથી, દિવસભર થાક રહે છે અને અભ્યાસમાં એકાગ્રતા રહેતી નથી. એટલું જ નહીં, જીવનભર ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયાની સમસ્યા પણ રહી જાય છે.
ADVERTISEMENT
જો આપણે તેના લક્ષણો વિશે વાત કરીએ તો, બાળકનું નાક લાંબા સમય સુધી બ્લોક રહે છે. ભરાયેલા નાકને કારણે તેમને સમસ્યાનો સામનો કરવો પડે છે અને સૂતી વખતે તકલીફ વધુ વધી જાય છે. ઘણી વખત, સૂતી વખતે, બાળક અટકી-અટકીને શ્વાસ લે છે અને મોં ખોલીને શ્વાસ લે છે.
આટલું જ નહીં સ્લીપ એપ્નિયાની સમસ્યાની સાથે જોરથી નસકોરાનો અવાજ આવે છે અને ગળામાં સોજો રહે છે. જેના કારણે બાળકને જમવામાં પણ તકલીફ પડે છે. ગળામાંની ગ્રંથિઓમાં પણ સોજો આવી જાય છે અને કાનમાં સાંભળવામાં પરેશાની રહે છે.
ADVERTISEMENT
કાનમાં ભીનું વેક્સ વધારે માત્રામાં બનવા લાગે છે અને હોઠ સૂકા રહે છે. આખી રાત ગળું શુષ્ક રહે છે અને મોંથી શ્વાસ લેવાથી અને હવા આવવા-જવાને કારણે હોઠની ચામડી ફાટતી રહે છે. જો બાળકમાં આવા લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
વધુ વાંચો: માત્ર 4 મહિના જ સુધી આ જ્યુસ પીવાનું શરૂ કરી દો, જીવનમાં ક્યારેય નહીં પડો બીમાર
ADVERTISEMENT
જ્યારે આવા લક્ષણો દેખાય છે, ત્યારે ડોકટરો કેટલાક મેડિકલ ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, યૂરિન ટેસ્ટ અને એક્સ-રેની મદદથી ચેક કરે છે કે એડીનોઇડ્સ અને કાકડાની કઈ સમસ્યા છે. ઘણી વખત નોઝલ સ્પ્રે અને કેટલીક દવાઓની મદદથી આ સમસ્યાને ઠીક કરી શકાય છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તેને ઓપરેશનની મદદથી દૂર કરવી પડે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.