ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કસરત કરવી નથી છતાં પણ ઘટાડવો છે વજન? આ ખાસ ડાયટ પ્લાન હલકા ફૂલકા કરી દેશે

હેલ્થ ટિપ્સ / કસરત કરવી નથી છતાં પણ ઘટાડવો છે વજન? આ ખાસ ડાયટ પ્લાન હલકા ફૂલકા કરી દેશે

Last Updated: 11:52 PM, 11 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે વજન ઘટાડવા માટે પ્રયાસ કરી રહ્યા છો, પણ કસરત કરતા કંટાળો આવે છે? તો આજે અમે તમને એક એવી ડાયેટ વિશે જણાવીશું જેને નિયમિત રીતે મહિના સુધી ફોલો કરવાથી તમારુ વજન 5-7 કિલો જેટલું ઘટી જશે.

ADVERTISEMENT

વજન ઘટાડવા માટે લોકો ઘણીવાર ક્રેશ ડાયેટ અને વિવિધ પ્રકારના ડાયેટિંગની ભલામણ કરે છે. પણ આજે અમે તમને એક એવી ડાયેટ વિશે જણાવશું જેના મદદથી વ્યક્તિ એક મહિનામાં સરળતાથી લગભગ 5 થી 7 કિલો વજન ઘટાડી શકે છે. જેમાં તમે ભૂખ્યા રહ્યા વગર એક મેજિક ડાયેટથી વજન ઘટાડી શકો છો.

  • શું છે મેજિક ડાયેટ પ્લાન ?
    આ ડાયેટ પ્લાનમાં ભૂખ્યા રહેવાને બદલે  ઓછી કેલરી અને ઓઇલ ફ્રી ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે.
  • બ્લેક ટી વિથ લેમન એન્ડ હની

આ મેજિક ડાયેટનું પહેલું સ્ટેપ મોર્નિંગ રૂટિન છે. જેમાં મેટાબોલિઝ્મ વધારવા, ચરબી બર્ન કરવા અને ઝેરી તત્વો દૂર કરવા માટે દૂધ વગરની બ્લેક ટી પીવાની સલાહ આપવામાં આવે છે. આ બ્લેક ટીમાં લીંબુનો રસ અને થોડું મધ મિક્સ કરીને પીવાથી મધુરતાની સાથે તેના એન્ટી ઇન્ફ્લેમેટરીગુણધર્મોના ફાયદા પણ મળશે. સવારે આ ચા ફક્ત પાચનતંત્રમાં સુધારો જ  નહીં કરે પરંતુ ચરબીનું ઓક્સિડેશન પણ વધારશે. જો તમે એક મહિના સુધી સતત તેને અનુસરો છો તો તમને પરિણામ જોવા મળશે.

  • બ્રેકફાસ્ટમાં ફળ
    ફળોને ઓછી કેલરીવાળું ફૂડ માનવામાં આવે છે. એટલે સવારના નાસ્તામાં બધા પ્રકારના ફળોનો સમાવેશ કરો. ફળો ફક્ત પેટ ભરવામાં જ મદદ નહીં કરે પરંતુ ખરાબ કોલેસ્ટ્રોલ પણ ઘટાડશે. જેમાં દાડમ માત્ર પોલીફેનોલ્સથી ભરપૂર હોય છે અને તેમાં ફાઇબર અને અન્ય જરૂરી પોષક તત્વો પણ હોય છે. સ્ટડી દર્શાવે છે કે દરરોજ દાડમ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે તેમજ આર્ટરીજની સ્ટિફનેસ ઓછી થાય છે. સવારે એક વાટકી ફળો ખાવાથી ઇન્સ્યુલિનનું પ્રમાણ કંટ્રોલમાં રહે છે અને ચરબીનું પ્રમાણ સતત ઘટે છે.

app promo4
  • કાચી શાકભાજી અને દાળ
    બપોરના ભોજનમાં કાકડી, ગાજર, બીટ, ડુંગળી જેવા કાચા શાકભાજી દાળ સાથે ભેળવીને ખાઓ. પ્લાન્ટ બેસ્ડ પ્રોટીન માટે સાદી મગ અથવા અરહર દાળ લો. જે વજન ઘટાડવા માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે. તેમાં કાકડી, ગાજર અને બીટ જેવા કાચા શાકભાજી ભેળવીને ખાવાથી સ્વાદ તો વધશે જ સાથે સાથે ફાઇબર અને નાઈટ્રેટ પણ મળશે. ફાઇબર બ્લડ સુગરને બેલેન્સ રાખશે જ્યારે બીટરૂટમાં રહેલું નાઈટ્રેટ બ્લડ પ્રેશર ઓછું રાખવામાં મદદ કરશે.
  • રાત્રે બાફેલા શાકભાજી અથવા સૂપ

રાત્રે શાકભાજી ઉકાળીને તેને સૂપ તરીકે ખાઓ. આ સૂપમાં એક ચમચી રાગી ઉમેરવાથી માત્ર ફાઇબર જ નહીં મળે પણ સુગર સ્પાઈકને પણ રોકશે. આ સાથે થોડું સલાડ રફેજની સાથે હાઇડ્રેશન પણ જાળવી રાખશે.

વધુ વાંચો : જમ્યા પછી તરત પાણી પીવું ઝેર સમાન! આયુર્વેદ મૂજબ જાણો સાચો સમય

  • આ ડાયેટથી વજન ઘટાડવું કેમ સરળ ?
    આ ડાયેટ ફક્ત ખૂબ જ સરળ નથી પણ અસરકારક પણ છે કારણ કે તે, પ્લાન્ટ બેસ્ડ હોવાથી ફાઇબરથી ભરપૂર હોય છે. જે પાચનની સાથે આંતરડાના બેક્ટેરિયા અને રોગપ્રતિકારક શક્તિને પણ વધારશે. તે કોલેસ્ટ્રોલ અને ઈન્ફ્લેમેશન ઘટાડવામાં મદદ કરશે. તેમાં કેલરી ઓછી હોવા છતાં તમને પૂરતું પોષણ મળશે. જેના કારણે શરીરને ઓછી કેલરી હોવા છતાં પણ ભૂખ્યા રહેવાની જરૂર નહીં રહે.

(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weight Gain Weight Loss Diet
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ