બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health Tips sudden gain in weight is sign of thyroid, eat these iodine rich food

હેલ્થ / અચાનકથી વજન વધી જાય તો સમજી લેવું, હોઇ શકે છે થાઇરોઇડના સંકેત, શરૂ કરો આ ફૂડ્સનું સેવન

Vidhata

Last Updated: 08:56 AM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાઇરોઇડ એ ઝડપથી વધી રહેલી ગંભીર બીમારી છે, જે ઘણા અંગોને નુકસાન પહોંચાડી શકે છે, તેને નિયંત્રિત કરવા માટે આયોડીન જરૂરી છે, જાણો આયોડીન માટે તમારે કઈ વસ્તુઓ ખાવી જોઈએ.

થાઇરોઇડ આજકાલ એક સામાન્ય સમસ્યા બની રહ્યું છે, જેનું કારણ આજની જીવનશૈલી અને ખરાબ ખાનપાન છે. થાઇરોઇડ સંબંધિત બીમારીઓ મોટાભાગે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. થાઇરોઇડ એ આપણી ગરદનના નીચેના ભાગમાં એક ગ્રંથિ છે, જે શરીરમાં થાઇરોઇડ નામના હોર્મોનને નિયંત્રિત કરે છે. તેના વધવા કે ઘટવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે. જેના કારણે હોર્મોનલ ચેન્જ, વજન વધવું, ભૂખ ન લાગવી, વધુ પડતી ઊંઘ આવવા જેવા લક્ષણો જોવા મળે છે. થાઇરોઇડને નિયંત્રિત કરવા માટે આયોડીન જરૂરી છે. આયોડીનની ઉણપને કારણે થાઇરોઇડની સમસ્યા થઈ શકે છે. 

આયોડિન થાઇરોઇડ ગ્રંથિને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. તેની ઉણપને કારણે થાઇરોઇડ રોગ થવાનો ખતરો રહે છે. તેથી, તે મહત્ત્વનું છે કે તમે દરરોજ તમારા આહારમાં આયોડીનનો સમાવેશ કરો. આયોડીન એક મિનરલ છે, જે ઘણા ખોરાકમાં મળી આવે છે. થાઇરોઇડ ગ્રંથિ તમે જે ખોરાક લો છો તેમાંથી આયોડીનને શોષી લે છે અને તેનો ઉપયોગ હોર્મોન્સ ઉત્પન્ન કરવા માટે કરે છે. થાઇરોઇડ હોર્મોનનું ઉત્પાદન જાળવી રાખવા માટે દરરોજ લગભગ 150 માઇક્રોગ્રામ આયોડીન જરૂરી હોય છે. એમ તો મીઠું આયોડીનનો સારો સ્ત્રોત છે, પણ શરીરને જરૂરી આયોડીન માટે તમે તમારા આહારમાં આ આયોડીનયુક્ત ખોરાકનો સમાવેશ કરીને તેની ઉણપને પૂરી કરી શકો છો -

સી-વીડ - નોરી અને કેલ્પ જેવી દરિયાઈ શાકભાજીને આયોડીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. કેલ્પમાં મોટા પ્રમાણમાં પેન્ટોથેનિક એસિડ અને રિબોફ્લેવિન હોય છે. તમે તેને તમારા રોજિંદા આહારમાં સૂપ અને સલાડના રૂપમાં સામેલ કરી શકો છો. તેનું સેવન કરવાથી થાઇરોઇડ ગ્રંથિ સારી રીતે કામ કરશે અને તમને તેનાથી સંબંધિત કોઈ બીમારી પણ નહીં થાય. આ જ કારણ છે કે તેના સેવનથી થાઇરોઇડમાં થતી ચિંતા અને ડિપ્રેશનને દૂર કરવામાં મદદ મળે છે.

માછલી - કૉડ, ટુના અને સૅલ્મોન જેવી માછલીઓને આયોડીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ માછલીઓનાં સેવનથી માત્ર ઓમેગા-3 ફેટી એસિડ જ નહીં પરંતુ આયોડીન પણ મળે છે. તેને ગ્રીલ કરીને અથવા બેક કરીને ખાઈ શકાય છે. 

Topic | VTV Gujarati

ડેરી ઉત્પાદનો - ડેરી ઉત્પાદનો જેમ કે દૂધ, દહીં, ચીઝ જેવી વસ્તુઓમાંથી આયોડીન મળી આવે છે. પનીર સહિત અન્ય ડેરી ઉત્પાદનો માત્ર કેલ્શિયમ અને તંદુરસ્ત ચરબી જ આપતા નથી પણ તેમાં આયોડીન પણ હોય છે. ચેડર અને મોઝેરેલા ચીઝ આયોડીન માટે શ્રેષ્ઠ વિકલ્પો છે, તેમને તમારા આહારમાં ચોક્કસપણે સામેલ કરો. દરેક 250 મિલી દૂધમાં લગભગ 150 માઇક્રોગ્રામ આયોડીન હોય છે. તેથી દરરોજ દૂધ પીવો. 

વધુ વાંચો: ડાયાબિટિસને કંટ્રોલ કરશે આ ત્રણ છોડના પાંદડા, આયુર્વેદમાં કહેવામાં આવે છે સુગર ડિસ્ટ્રોયર

ઇંડા - ઇંડામાં આયોડીન સહિત ઘણા પોષક તત્વો મળી આવે છે. આ સિવાય ઇંડામાં સેલેનિયમ અને ઝિંક પણ મળી આવે છે, જે થાઈરોઈડને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. તમે ઇંડાને બાફીને અથવા આમલેટ બનાવીને ખાઈ શકો છો. એક ઇંડું લગભગ 24 માઇક્રોગ્રામ આયોડિન અથવા દૈનિક જરૂરિયાતના 16% પૂરું પાડે છે. આ સિવાય ઇંડા પ્રોટીનનો પણ શ્રેષ્ઠ સ્ત્રોત છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Health Iodine Rich Food Thyroid health tips આયોડીન થાઇરોઇડ સ્વાસ્થ્ય હેલ્થ ટિપ્સ Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ