ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આંખોમાં હાઇ કોલેસ્ટ્રોલ વધવાના આ 5 લક્ષણો દેખાય, તો સાવધાન! જાણો ઉપાય

આરોગ્ય / આંખોમાં હાઇ કોલેસ્ટ્રોલ વધવાના આ 5 લક્ષણો દેખાય, તો સાવધાન! જાણો ઉપાય

Last Updated: 06:41 PM, 2 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ કોલેસ્ટ્રોલની સમસ્યા ખૂબ વધુ રહી છે. તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ વધ્યું છે તેના સંકેત તમારી આંખો દ્વારા પણ મળે છે. આજે તે સંકેતો વિશે જાણીશું અને સાથે આ સ્થિતિમાં શું ખાવું તે પણ જાણવાનો પ્રયાસ કરીશું.

ADVERTISEMENT

કોલેસ્ટ્રોલમાં વધારો એક ગંભીર સમસ્યા બની રહી છે. તેની ઓછી માત્રા હોય તો તે સારું છે પણ જો તેનું પ્રમાણ વધી જાય તો તે હૃદયરોગ, સ્ટ્રોક, હાર્ટ એટેક અને અન્ય ગંભીર રોગોનું કારણ બની શકે છે. કોલેસ્ટ્રોલ વધવાના અનેક લક્ષણો છે. જેમાંના કેટલાક લક્ષણો તમારી આંખોમાં પણ દેખાઈ શકે છે. આથી ગંભીર બીમારીથી બચવા તેને સમયસર દૂર કરવું જરૂરી છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવશું કે, આંખોમાં દેખાતા કયા લક્ષણો શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાના શરૂઆતના સંકેતો હોઈ શકે છે. આ સિવાય એ પણ જણાવીશું કે આ સ્થિતિમાં શું ખાવું જોઈએ.

  • ઝેન્થેલાસ્મા (પોપચા પર પીળા નિશાન)

આંખની નજીક નરમ, પીળાશ પડતા ચરબી જેવા પેચ દેખાય છે. તે ઘણીવાર ઉપલા પોપચાની અંદરના ભાગમાં થાય છે. આ પેચો હાનિકારક નથી પણ તે શરીરમાં કોલેસ્ટ્રોલ અથવા ટ્રાઇગ્લિસરાઇડ્સમાં વધારો થવાનો સંકેત હોય છે. તે સામાન્ય રીતે મધ્યમ વય અને વૃદ્ધોમાં થાય છે પરંતુ જો તે નાની ઉંમરે થાય તો તે આનુવંશિક હાઈ કોલેસ્ટ્રોલનું સંકેત હોઈ શકે છે.

  • આર્કસ સેનિલિસ (આંખની કીકીની આસપાસ સફેદ કે વાદળી રંગની રીંગ)

તેમાં આંખના બાહ્ય પારદર્શક પડ (કોર્નિયા)ની આસપાસ આછા સફેદ, રાખોડી અથવા વાદળી રંગનો રિંગ બને છે. આ ચરબીના જામવાના કારણે થાય છે અને વૃદ્ધોમાં તે સામાન્ય છે. પરંતુ જો તે 45 વર્ષથી ઓછી ઉંમરે થાય  તો તે શરીરમાં ચરબી અથવા કોલેસ્ટ્રોલ અસંતુલનનો સંકેત હોઈ શકે છે.

  • રેટિનલ વેન ઓક્યિઝન (અચાનક દ્રષ્ટિની સમસ્યાઓ)

તેમાં આંખના રેટિનામાંથી લોહી વહન કરતી નસમાં અવરોધ થાય છે. તેનાથી અચાનક ઝાંખી દ્રષ્ટિ અથવા એક આંખમાં દ્રષ્ટિ પણ જતી રહે છે. તે ધમનીઓના સખ્તાઇ અથવા સાંકડા થવાને કારણે થાય છે, જે હાઈ કોલેસ્ટ્રોલને કારણે થાય છે.

  • હોલેનહોર્સ્ટ પ્લેક્સ (આંખની નસોમાં કોલેસ્ટ્રોલ જમા થવું)

રેટિના પર નાના ચમકતા બિંદુઓ દેખાય છે, જે કોલેસ્ટ્રોલ ક્રીસ્ટલ હોય છે. તે એક સંકેત છે કે કોલેસ્ટ્રોલનુ લેવલ શરીરની મુખ્ય ધમનીઓમાંથી તૂટીને આંખો સુધી પહોંચી ગયુ છે. તેનાથી સ્ટ્રોકનું જોખમ વધી શકે છે.

app promo3
  • શુષ્કતા અને ઝાંખી દ્રષ્ટિ
    આ સ્થિતિ સીધુ કોલેસ્ટ્રોલને કારણે નથી થતું, પરંતુ નબળા રક્ત પરિભ્રમણને કારણે આંખોને યોગ્ય માત્રામાં પોષણ ન મળતાં આંખો શુષ્ક અને ઝાંખી પડી શકે છે. જો તમને પોપચા પર પીળા નિશાન, આંખની કીકીની આસપાસ સફેદ/વાદળી સ્પોટ, એક આંખમાં અચાનક દ્રષ્ટિ ગુમાવવી, આંખોમાં સતત શુષ્કતા અને બળતરા અથવા ઝાંખી દ્રષ્ટિ જેવા લક્ષણોનો અનુભવ થાય તો તાત્કાલિક ડૉક્ટર પાસે જવું.
  • લસણ અને શણના બીજ
    જો તમે 2 મહિના સુધી દરરોજ લસણ ખાઓ છો તો તમારું કોલેસ્ટ્રોલ થોડું ઘટી શકે છે. તેની અસર હળવી હોય છે દવાઓ જેટલી નથી હોતી. આથી તેને દવાનો વિકલ્પ ન ગણો. વાટેલા અળસીના બીજ કુલ કોલેસ્ટ્રોલ અને LDL (ખરાબ) કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે, ખાસ કરીને પેરિફેરલ ધમની રોગવાળા દર્દીઓમાં. તમે તેને દહીં, ઓટ્સ અથવા સ્મૂધી સાથે મિક્સ કરીને લઈ શકો છો.
  • સોયા ફૂડ્સ
    ટોફુ, સોયા મિલ્ક અને એડામેમ જેવા આખા સોયા ખોરાક LDL કોલેસ્ટ્રોલને થોડું ઓછું કરી શકે છે. સોયા પ્રોટીન સપ્લિમેન્ટ્સ કરતાં સોયા ફુડ વધુ અસરકારક હોયછે, પરંતુ તેમની અસરો પણ હળવી હોય છે.

વધુ વાંચો : વજન ખૂબ જ ઝડપથી ઘટતું હોય તો ન કરતા ઈગ્નોર! આ કેન્સરનું સૌથી મોટું લક્ષણ

  • ગ્રીન ટી

ગ્રીન ટીમાં એન્ટીઑકિસડન્ટ હોય છે. જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તેને નિયમિતપણે અને પૂરતી માત્રામાં પીવું જરુરી છે. ગ્રીન ટી વધુ અસરકારક હોય છે. આ સિવાય એવોકાડો ખાઓ. તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલ (HDL) ને વધારે છે. તેમાં ફોલેટ, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ પણ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે.

(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bad Colestrol Colestrol Eye Symptoms
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ